Surat News : સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી સાલાસર ટેક્સટાઈલ માર્કેટના 5મા માળે અચાનક ભીષણ આગ (Surat Textile Market)ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. કાપડના વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમતી માર્કેટમાં આગ લાગતાં જ લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. આગના (Fire Incident)કારણે દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા.
Surat Textile Market : ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડ (Fire Brigade)ની અનેક ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સારોલી સ્થિત સાલાસર માર્કેટ ખાતે પહોંચી ગયો છે.5મા માળે આગ લાગી હોવાથી અને ભારે ધુમાડો હોવાથી ફાયર ફાઈટરોને કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શોર્ટ સર્કિટની આશંકા અને જાનહાનિ અંગે અપડેટ
વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાહતના સમાચાર એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કાપડનો મોટો જથ્થો હોવાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ છે.
આ પણ વાંચો :સુરત શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં મોટો વળાંક: CCTVમાં આગ લગાવતો શખસ કેદ, 25-30 કરોડના નુકસાનનો અંદાજ
આ પણ વાંચો :અમદાવાદના પાંચકુવા દરવાજા બહાર કાપડની દુકાનમાં ભીષણ આગ; ચાર માળની બિલ્ડિંગ સ્વાહા
આ પણ વાંચો :કોંગોમાં શાળામાં વિકરાળ આગ ફાટી નીકળતા ભયાનક દુર્ઘટના; 26 વિદ્યાર્થીઓનાં મોત
