World News/ અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની નીતિનો ભારે વિરોધ; એપ્રુવલ રેટિંગ 34% થયું, મોંઘવારી મુદ્દે જનતા નારાજ!

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની(Donald Trump) મુશ્કેલીઓમાં વધારો થયો છે. યુએસ સેનેટે ઈરાન વિરુદ્ધ યુદ્ધ કરવાના તેમના અધિકાર પર રોક લગાવતો પ્રસ્તાવ પસાર કર્યો છે, જ્યારે સર્વેમાં તેમનું એપ્રુવલ રેટિંગ ઘટીને 34% થઈ ગયું છે.

international Top Stories World
Donald Trump

Donald Trump US Senate Iran Policy Update: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ અને સૈન્ય નીતિઓને લઈને ખુદ તેમના જ દેશમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ટ્રમ્પ પ્રશાસનને એકસાથે બે મોટા આંચકા લાગ્યા છે. એકતરફ અમેરિકન સંસદના ઉપલા ગૃહ ‘સેનેટ’ (US Senate) દ્વારા ઈરાન વિરુદ્ધ ટ્રમ્પ પ્રશાસનની સૈન્ય કાર્યવાહી પર રોક લગાવતો એક અત્યંત મહત્ત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ તાજેતરના એક ગ્લોબલ સર્વેમાં પ્રમુખ ટ્રમ્પની (Donald Trump) લોકપ્રિયતામાં મોટો ઘટાડો નોંધાયો છે.

સંસદમાં મોટી નૈતિક હાર, યુદ્ધ માટે લેવી પડશે મંજૂરી

અમેરિકન સેનેટમાં ટ્રમ્પ(Donald Trump) પ્રશાસનની ઈરાન નીતિ વિરુદ્ધ લાવવામાં આવેલો પ્રસ્તાવ 50 વિરુદ્ધ 48 મતોની પાતળી સરસાઈથી પસાર થઈ ગયો છે. આ પ્રસ્તાવ અગાઉ નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ માંથી પણ પાસ થઈ ચૂક્યો છે. નવા પ્રસ્તાવ મુજબ, જો અમેરિકન સેના ઈરાન સામે કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવા માંગે છે, તો તેના માટે સંસદની (કોંગ્રેસ) મંજૂરી લેવી હવે અનિવાર્ય રહેશે, ત્યાં સુધી પ્રમુખે દળોને પાછા બોલાવવા પડશે. જોકે વ્હાઇટ હાઉસે આ પ્રસ્તાવને અબંધનકર્તા અને અસંવિધાનિક ગણાવ્યો છે, પરંતુ ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદો દ્વારા ટ્રમ્પના યુદ્ધના અધિકારો પર સવાલ ઉઠાવવા એ વ્હાઇટ હાઉસ માટે મોટો રાજકીય ફટકો છે. હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે અને જિનીવામાં શાંતિ વાટાઘાટો ચાલી રહી છે.

Donald Trump નું  એપ્રુવલ રેટિંગ ઘટીને 34% થયું

બીજી તરફ, ‘રોયટર્સ/ઇપ્સોસ’ (Reuters/Ipsos) ના તાજા પાંચ દિવસીય સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું(Donald Trump) એપ્રુવલ રેટિંગ (લોકપ્રિયતા) ઘટીને માત્ર 34% રહી ગયું છે, જે તેમના બીજા કાર્યકાળનું સૌથી નીચું સ્તર છે. આ કાર્યકાળની શરૂઆત તેમણે 47% રેટિંગ સાથે કરી હતી. સર્વેમાં માત્ર 24% લોકોએ જ ઈરાન સામેના યુદ્ધને યોગ્ય ઠેરવ્યું છે, જ્યારે 50% લોકો આ યુદ્ધને નકામું માને છે. વિદેશ નીતિ ઉપરાંત, અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને જીવનનિર્વાહના ઊંચા ખર્ચના મુદ્દે આર્થિક મોરચે તેમનું રેટિંગ ઘટીને માત્ર 22% અને કડક ઈમિગ્રેશન (આવ્રજન) નીતિ સામે લોકોની નારાજગીના કારણે રેટિંગ 37% પર પહોંચી ગયું છે.


આ પણ વાંચો :રશિયામાં હિટલરના નામે પિઝા ઓર્ડર કરનાર 18 વર્ષના વિદ્યાર્થીને થઈ જેલ, કૉલેજમાં પણ આરોપ

આ પણ વાંચો :લંડન નજીક બે પેસેન્જર ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર, લોકો પાયલટનું મોત અને 89 મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો :પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત