India Issues Iran Travel Advisory: મધ્ય પૂર્વમાં ચાલી રહેલી રાજદ્વારી હલચલ વચ્ચે ભારત સરકારે બુધવારે નાગરિકો માટે એક નવી અને મહત્વની ટ્રાવેલ એડવાઇઝરી (Iran Travel Advisory) જાહેર કરી છે. સરકારે ભારતીય નાગરિકોને હાલના તબક્કે ઈરાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે સ્પષ્ટ સલાહ આપી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, ભલે ત્યાં સુરક્ષાની સ્થિતિમાં થોડો સુધારો થતો જોવા મળી રહ્યો છે, તેમ છતાં સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય છે. દૂતાવાસ ત્યાંની દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
ઈરાનમાં રહેતા ભારતીયોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ
ભારતીય દૂતાવાસે ઈરાનમાં (Iran Travel Advisory) હાલમાં રહી રહેલા અથવા કોઈ ખાસ કારણોસર ત્યાંનો પ્રવાસ કરનારા ભારતીયો માટે હાઈ-સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. એડવાઇઝરી મુજબ, તમામ ભારતીય નાગરિકોને દરેક સમયે સતર્ક અને જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ, અત્યારે ઈરાનમાં હાજર તમામ ભારતીયો અને ત્યાં પહોંચનારા લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ વહેલામાં વહેલી તકે તેહરાનમાં ભારતીય દૂતાવાસ (Indian Embassy in Tehran) પાસે પોતાની સંપૂર્ણ માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવી લે, જેથી કટોકટીના સમયે તેમનો સંપર્ક કરી શકાય.
અમેરિકા અને ઈરાન વચ્ચે વિવાદ યથાવત(Iran Travel Advisory)
આ એડવાઇઝરી(Iran Travel Advisory) એવા સમયે આવી છે જ્યારે મહિનાઓથી ચાલી રહેલા ટકરાવને ખતમ કરવા માટે થયેલા કરારો છતાં વૉશિંગ્ટન (અમેરિકા) અને તેહરાન (ઈરાન) વચ્ચે મોટા મતભેદો સામે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ મુદ્દા પર સહમત થઈ ગયું છે અને વાટાઘાટો યોગ્ય દિશામાં છે. જોકે, ઈરાને આ દાવાઓને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમણે પરમાણુ નિરીક્ષણને લઈને કોઈ છૂટછાટ આપી નથી. વળી, અમેરિકા દ્વારા અનફ્રીઝ કરવામાં આવેલા ફંડના (પૈસાના) વપરાશને લઈને પણ બંને દેશો અલગ-અલગ દાવા કરી રહ્યા છે. આ અનિશ્ચિત રાજદ્વારી સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે.


