bangladesh news/ બાંગ્લાદેશમાં હવે નવી નોટો આ રીતે દેખાશે,પડોશી દેશનું બદલાઈ ગયું ચલણ

આ પહેલી વાર છે જ્યારે નવી ચલણી નોટો પર મુજીબુર રહેમાનનો ફોટો નથી. કેટલાક મીડિયા અહેવાલોમાં બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નવી ચલણી શ્રેણીમાં હવે કોઈ માનવ આકૃતિનો ફોટો નથી.

Top Stories World

Bangladesh News: બાંગ્લાદેશની વચગાળાની સરકારે નવી ચલણી નોટો જારી કરી છે. દેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનનું ચિત્ર બાંગ્લાદેશની નોટમાંથી દૂર કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, રવિવાર, 1 જૂન, 2025 ના રોજ ત્રણ વર્ગોમાં એટલે કે 1,000 રૂપિયા, 50 રૂપિયા અને 20 રૂપિયામાં નવી ચલણી નોટો જારી કરવામાં આવી છે. જોકે, શેખ મુજીબુર રહેમાનના ચિત્રવાળી જૂની નોટો અને સિક્કા હાલ ચલણમાં રહેશે.

નવી ચલણી નોટોમાં કોઈ માનવ આકૃતિનો ફોટો નથી

આ પહેલી વાર છે જ્યારે નવી ચલણી નોટો પર મુજીબુર રહેમાનનો ફોટો નથી. કેટલાક મીડિયા અહેવાલોમાં બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નવી ચલણી શ્રેણીમાં હવે કોઈ માનવ આકૃતિનો ફોટો નથી. બાંગ્લાદેશની નવી ચલણી નોટો પર કુદરતી દૃશ્યો અને ઐતિહાસિક સ્થળોનું ચિત્રણ કરીને દેશના સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો છે.

હિન્દુ અને બૌદ્ધ મંદિરોના ચિત્રો

AFPના અહેવાલ મુજબ, નોટોમાં હિન્દુ, બૌદ્ધ મંદિરો, સ્વર્ગસ્થ ઝૈનુલ આબેદિનની કલાકૃતિ અને રાષ્ટ્રીય શહીદ સ્મારકના ચિત્રો હશે, જે 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે.

મુજીબુર રહેમાનને બંગબંધુ તરીકે ઓળખવામાં આવે છે

શેખ મુજીબુર રહેમાન, જેમને ‘બંગબંધુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પિતા હતા. થોડા મહિના પહેલા, બાંગ્લાદેશમાં વિરોધીઓએ રહેમાનના ઘર પર તોડફોડ કરી હતી અને ગઈકાલે રાત્રે તેને આગ લગાવી દીધી હતી. હિંસક વિરોધીઓએ શેખ હસીનાના આવામી લીગના નેતાઓના ઘરો પણ તોડી પાડ્યા હતા અને મુજીબુર રહેમાનની ગ્રેફિટીને નુકસાન પહોંચાડ્યું હતું.

શેખ હસીના ભારતમાં રહે છે

ગયા વર્ષે 5 ઓગસ્ટથી 77 વર્ષીય હસીના ભારતમાં રહે છે, જ્યારે તેઓ 16 વર્ષીય આવામી લીગ સરકારને ઉથલાવી પાડતા વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના મોટા વિરોધ પ્રદર્શનો પછી બાંગ્લાદેશથી ભાગી ગયા હતા.

મુજીબુર રહેમાનની ઓગસ્ટ ૧૯૭૫માં હત્યા કરવામાં આવી હતી

શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાનને બંગાળમાં સ્વતંત્રતા નાયક તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે, પરંતુ તેમની પુત્રી પ્રત્યેના ગુસ્સાએ તેમના વારસાને કલંકિત કર્યો છે. ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ લશ્કરી અધિકારીઓના એક જૂથ દ્વારા બળવામાં તેમના પરિવારના મોટાભાગના સભ્યો સાથે તેમની હત્યા કરવામાં આવી હતી. તે સમયે તેમની પુત્રી શેખ હસીના જર્મનીમાં હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાંગ્લાદેશનાં પૂર્વ PM શેખ હસીના સામે આજથી કોર્ટમાં સુનાવણી, જીવંત પ્રસારણ થશે

આ પણ વાંચો:બાંગ્લાદેશમાં હડતાળ અને કામબંધી, પગાર ચૂકવવા માટે પૈસા નથી… ચૂંટણીઓ પણ મુલતવી, હવે…

આ પણ વાંચો:બાંગ્લાદેશથી પરત ફર્યા બાદ ભારતીય વિદેશ સચિવે શેખ હસીના પર મોટું નિવેદન આપ્યું