Junagadh News/ જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલ ‘ભૂતાવળ ડાયરો’ અધવચ્ચે બંધ, ભારે ભીડથી સર્જાયો ટ્રાફિક જામ

જૂનાગઢ ભૂતાવળ ડાયરો (Junagadh Bhutaval Dayro), સોનાપુરી સ્મશાન, જૂનાગઢ ટ્રાફિક જામ, ભવનાથ રોડ જામ, પોલીસ કાર્યવાહી, ગુજરાત વાયરલ સમાચાર, સ્મશાન ડાયરો, જૂનાગઢ સમાચાર, ભીડ બેકાબૂ, સોનાપુરી ઇવેન્ટ

Top Stories Gujarat Others Breaking News
Junagadh Bhutaval Dayroમાં ઉમટી પડ્યા લોકો, ટ્રાફિક જામ બાદ પોલીસનો કડક નિર્ણય

Junagadh News: જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત સ્મશાનભૂમિમાં યોજાયેલા અનોખા ‘ભૂતાવળ ડાયરા’ (Junagadh Bhutaval Dayro)એ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. સોશિયલ મીડિયામાં થયેલા વ્યાપક પ્રચારના કારણે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ સોનાપુરી સ્મશાન અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચતા સમગ્ર વિસ્તાર માનવમેદનીથી છલકાઈ ગયો હતો.

Junagadh Bhutaval Dayro: ભૂતાવળ ડાયરાએ ખેંચી હજારોની જનમેદની

આ ડાયરા (Junagadh Bhutaval Dayro) માં સ્થાનિક કલાકારો પોતાની કલા રજૂ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે મંચ પર હાજર રહ્યા હતા. જોકે, આયોજકોની ધારણા કરતાં અનેકગણી વધુ ભીડ પહોંચતા સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. કાર્યક્રમમાં આવેલા લોકોએ પોતાના વાહનો મુખ્ય માર્ગો અને આસપાસના વિસ્તારોમાં આડેધડ પાર્ક કરી દીધા હતા, જેના કારણે ભવનાથ તરફ જતાં માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

Junagadh Bhutaval Dayro
Junagadh Bhutaval Dayro

ટ્રાફિકની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે ભવનાથ જતાં યાત્રિકો અને પ્રવાસીઓ કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીકળેલી પોલીસની સરકારી ગાડીઓ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. શરૂઆતમાં સ્થળ પર પૂરતી પોલીસ વ્યવસ્થા ન હોવાને કારણે વાહનચાલકો પર કોઈ નિયંત્રણ રહ્યું ન હતું, જેના પરિણામે સ્થિતિ વધુ વણસી હતી.

ભીડ સતત વધતી જતાં અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. ભવનાથ પોલીસને સ્થળ પર પહોંચવા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પરિસ્થિતિનો કાબૂ સંભાળ્યો અને સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાત્રે લગભગ 11 વાગ્યે આયોજકોને કાર્યક્રમ બંધ કરવા સૂચના આપી હતી.

Junagadh Bhutaval Dayro
Junagadh Bhutaval Dayro

 

કાર્યક્રમ (Junagadh Bhutaval Dayro) બંધ થતાં અનેક કલાકારો પોતાની રજૂઆત કરી શક્યા ન હતા. ત્યારબાદ ટ્રાફિક હળવો કરવા માટે પોલીસે ભવનાથ તરફ જતાં વાહનોને રોકી તમામ ટ્રાફિકને જૂનાગઢ શહેર તરફ વાળી દીધો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક કલાકારોએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે સોનાપુરી ખાતે પસંદ કરાયેલ સ્થળ હજારો લોકોની ભીડ માટે પૂરતું નહોતું. આયોજકોની અપેક્ષા કરતાં વધુ લોકો પહોંચતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આયોજકોએ જણાવ્યું છે કે હાલ સુરક્ષાના કારણોસર કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ આગામી સમયમાં વધુ વિશાળ સ્થળે ફરીથી ભવ્ય ‘ભૂતાવળ ડાયરા’ (Junagadh Bhutaval Dayro) નું આયોજન કરવામાં આવશે.


આ પણ વાંચો:હકાભા ગઢવીની સરકારને ભાવુક અપીલ: ‘ખેડૂતોની માગણીઓ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે’

આ પણ વાંચો:ગુજરાતમાં યોજાયો દેશનો પહેલો કેશલેશ ડાયરો, જ્યાં નોટની જગ્યાએ ઉડ્યા ચેક

આ પણ વાંચો:ગુજરાતમાં યોજાયો દેશનો પહેલો કેશલેશ ડાયરો, જ્યાં નોટની જગ્યાએ ઉડ્યા ચેક