World News/ કોંગોમાં શાળામાં વિકરાળ આગ ફાટી નીકળતા ભયાનક દુર્ઘટના; 26 વિદ્યાર્થીઓનાં મોત

Congoના બુકાવુમાં એક ઘરમાંથી ફેલાયેલી આગ બે શાળાઓ સુધી પહોંચતા ભીષણ આગમાં 26 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

Top Stories international World
Congo

Congo School Fire Accident: કોંગોના પૂર્વ ભાગમાં આવેલા બુકાવુ શહેરમાં ગુરુવારે ભયાનક આગની ઘટના બની હતી. સ્થાનિક વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી શરૂ થયેલી આગે જોતજોતામાં નજીકની બે શાળાઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ફુરાહા સેકન્ડરી સ્કૂલ અને ઉજામા પ્રાઇમરી સ્કૂલમાં આગ ફેલાતાં વિદ્યાર્થીઓમાં અફરાતફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26 વિદ્યાર્થીઓનાં મોત થયાં હોવાનું પ્રાંતીય સત્તાવાળાઓએ જણાવ્યું છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.

19 વિદ્યાર્થીનીઓ અને 7 વિદ્યાર્થીઓનાં મોત

પ્રાંતીય સરકારના જણાવ્યા મુજબ મૃતકોમાં 19 વિદ્યાર્થીનીઓ અને 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આગ ઝડપથી ફેલાતા શાળાની અંદર ધુમાડો ભરાઈ ગયો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગૂંગળામણને કારણે તેમનાં મોત (Congo) થયાં હોવાનું સામે આવ્યું છે. અચાનક બનેલી ઘટનાના કારણે શાળામાં હાજર વિદ્યાર્થીઓને બચવાનો સમય પણ મળ્યો નહોતો.

સાંકડા રસ્તાઓના કારણે બચાવ કામગીરી મુશ્કેલ

આ વિસ્તારમાં મકાનો એકબીજાની નજીક આવેલા છે અને અનેક ઘર લાકડાથી(Congo) બનેલા હોવાથી આગ ઝડપથી પ્રસરી હોવાનું સ્થાનિક તંત્રનું કહેવું છે. શાળાની બહાર નીકળવાના રસ્તાઓ પણ સાંકડા હોવાથી આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે નાસભાગ મચી હતી. જીવ બચાવવા દોડતી વખતે કેટલાક વિદ્યાર્થીઓ પડી ગયા હતા અને ભાગદોડ દરમિયાન દબાઈ જવાથી પણ જાનહાનિ થઈ હોવાનું જણાવાયું છે. કેટલાક વિદ્યાર્થીઓએ બચવા માટે શાળાની બારીઓમાંથી બહાર કૂદવાનો પ્રયાસ કર્યો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તો પહોંચતા તબીબી વ્યવસ્થા પર પણ ભારે દબાણ આવ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા મૃતકોની સંખ્યા હજુ વધી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ઝેલેન્સ્કીના વિમાન સાથે ડ્રોન અથડાવાની ખતરનાક ઘટના, નોર્વેના PMએ કરી પુષ્ટિ

આ પણ વાંચો: સિયોલના ડિફેન્સ ફોરમમાં ચીનને ફિલિપાઇન્સની આકરી ટકોર, રક્ષામંત્રીએ કહ્યું- થોડી તો શરમ કરો

આ પણ વાંચો:H-1B Visa પર ટ્રમ્પનો મોટો દાવ, 97 લાખ રૂપિયાની ફીથી ભારતીયોની ચિંતા વધી