Gold and Silver Price Drop: દેશના કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં બજારમાં ચર્ચા તેજ બની છે. એક દિવસમાં ચાંદીના ભાવમાં આશરે ₹11 હજારનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સોનામાં પણ લગભગ ₹3 હજારનો કડાકો જોવા મળ્યો હતો. આજે બજાર ખુલ્યા બાદ પણ બંને ધાતુઓ નેગેટિવ ઝોનમાં જોવા મળ્યા હતા.
બે દિવસમાં સોનું ₹3,755 સુધી સસ્તું
તાજેતરના વાયદા બજારના આંકડા પ્રમાણે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં કુલ ₹3,755નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે સોનાના વાયદા ભાવમાં પણ દબાણ જોવા મળ્યું છે. રોકાણકારો હવે કિંમતી ધાતુઓમાં આગળની ચાલ કેવી રહેશે તેના પર નજર રાખી રહ્યા છે.
સોનાનો ભાવ ₹1.50 લાખની આસપાસ
GOLD 05 Oct 2026 કોન્ટ્રેક્ટ ગત બંધ ભાવ ₹1,52,341ની સરખામણીએ આજે ₹1,50,770 પર ખુલ્યો હતો. ત્યારબાદ સોનામાં(Gold and silver) આશરે ₹1,510 એટલે કે 0.99 ટકાનો ઘટાડો નોંધાતા ભાવ ₹1,50,831ની આસપાસ જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,51,198ની ઊંચી અને ₹1,50,695ની નીચી સપાટી બનાવી હતી.
ચાંદીમાં ₹14 હજારથી વધુનો કડાકો
ચાંદીના ભાવમાં(Gold and silver) સોનાની સરખામણીએ વધુ મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ચાંદી આશરે ₹14,030 જેટલી તૂટી છે. SILVER 04 Dec 2026 કોન્ટ્રેક્ટનો અગાઉનો બંધ ભાવ ₹2,34,099 હતો, જ્યારે આજે તે ₹2,31,569 પર ખુલ્યો હતો. ત્યારબાદ ભાવમાં ₹3,331 એટલે કે 1.42 ટકાનો ઘટાડો નોંધાઈને તે ₹2,30,768ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારની આગળની ચાલ પર નજર
આ ઘટાડા બાદ સોના-ચાંદીના (Gold and silver) રોકાણકારો અને ખરીદદારોની નજર હવે આગામી ટ્રેડિંગ સેશન પર છે. બંને કિંમતી ધાતુઓમાં અચાનક જોવા મળેલા ઘટાડાથી બજારમાં ઉતાર-ચઢાવ વધ્યો છે. આગામી દિવસોમાં વૈશ્વિક સંકેતો અને કોમોડિટી માર્કેટની ચાલના આધારે સોના-ચાંદીના ભાવમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.
