Iran vs US Conflict 2026: મિડલ ઈસ્ટમાં શાંતિના પ્રયાસો નિષ્ફળ જતાં હવે યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકાના વધતા હસ્તક્ષેપ સામે ઈરાને આક્રમક વલણ અપનાવતા ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા માટે હવે અહીં ટકી રહેવું અશક્ય બની જશે.
“અમે તો હજુ શરૂઆત પણ નથી કરી”
ઈરાનના સંસદ અધ્યક્ષ ગાલિબાફે અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સામે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, અમેરિકા અને તેના સાથી દેશોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને વૈશ્વિક એનર્જી સપ્લાયને જોખમમાં મૂક્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે જાણીએ છીએ કે વર્તમાન સ્થિતિ અમેરિકા માટે અસહ્ય છે, પણ યાદ રાખજો કે આ તો માત્ર ટ્રેલર છે, અમે તો હજુ શરૂઆત પણ નથી કરી.”
શું છે અમેરિકાનો ‘પ્રોજેક્ટ ફ્રીડમ’?
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Iran) દ્વારા હોર્મુઝની ખાડીમાં ફસાયેલા માલવાહક જહાજોને લશ્કરી સુરક્ષા હેઠળ બહાર કાઢવા માટે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ શરૂ કરવામાં આવ્યો છે. ઈરાન આ સૈન્ય અભિયાનને પોતાના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવી રહ્યું છે. ઈરાની સૈન્ય કમાન્ડોએ ચેતવણી આપી છે કે જો અમેરિકાનું કોઈ પણ જહાજ સામુદ્રધુનીની નજીક આવશે, તો તેના પર સીધો મિસાઈલ હુમલો કરવામાં આવશે.
معادلهٔ جدید تنگهٔ هرمز در حال تثبیت است. امنیت کشتیرانی و ترانزیت انرژی به دست آمریکا و متحدانش با نقض آتشبس و اعمال محاصره به خطر افتاده است؛ البته شرّشان کم خواهد شد.
خوب میدانیم که استمرار وضع موجود برای آمریکا غیر قابل تحمل است؛ درحالی که ما هنوز حتی شروع هم نکردهایم.
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) May 5, 2026
સંઘર્ષની મુખ્ય ઘટનાઓ (Iran)
28 ફેબ્રુઆરી: અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના (Iran) ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતાનું મોત થતાં યુદ્ધની જ્વાળા ભભૂકી ઉઠી હતી.
13 એપ્રિલ: જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના બંદરોનો ઉપયોગ કરતા તમામ જહાજો પર આર્થિક અને સૈન્ય નાકાબંધી લાદી દીધી હતી.
હોર્મુઝની આ નાકેબંધીને કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા પર મોટી અસર પડી છે, જે વૈશ્વિક અર્થતંત્રને મંદી તરફ ધકેલી શકે છે.
આ પણ વાંચો :બ્રાઝિલમાં રહેણાંક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું, 3 ના મોત, જુઓ 9/11 જેવો ભયાનક વીડિયો
આ પણ વાંચો :ગેસના ભાવમાં 1300નો વધારો, ભારતનું નામ આગળ ધરી અમેરિકાએ ચીન અને ઈરાન પર દબાણ વધાર્યું
આ પણ વાંચો : વ્હાઇટ હાઉસ પાસે એનકાઉન્ટર, હુમલાખોરે સીક્રેટ સર્વિસ પર કર્યું ફાયરિંગ, ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક?

