Gandhinagar News: આમ આદમી પાર્ટીને ઝાટકા પછી ઝાટકા લાગી રહ્યા છે. તેના ગાંધીનગરના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ રાજીનામુ આપ્યું છે. તેમણે નારાજગી સાથે રાજીનામુ આપ્યું છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહના પગલે તેમણે રાજીનામુ આપ્યું છે. તેઓ કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા. હવે તેઓ ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ સૌરાષ્ટ્રના AAP નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપી દીધું છે. તેમણે નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી રાજીનામું આપ્યું છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને સંબોધીને તેમણ સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરશનબાપુ ભાદરકા છેલ્લાં થોડાક સમયથી નારાજ હતા. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયા દ્વારા વારંવાર જવાહર ચાવડાના વખાણ કરવામાં આવતા કરશનબાપુ નારાજ થયા હોઈ શકે છે. આ ઉપરાંત મનરેગા યોજનામાં જૂનાગઢના કોંગ્રેસના નેતા હીરા જોટવાનું નામ આવતા AAP પાર્ટીએ તેમની સામે અભિયાન ચલાવ્યું હતું. બીજી તરફ પાર્ટી લાઈનથી વિરુદ્ધ કરશનબાપુ ભાદરકાએ આહીર નેતા હીરા જોટવાના સમર્થન આવ્યા હતા.
નોંધનીય છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાને હરાવવામાં કરશનબાપુ ભાદરકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફી ચૂંટણી લડતાં અરવિંદ લાડાણીને 64 હજાર મત મળ્યા હતા. જ્યારે બીજા નંબર ભાજપમાંથી જવાહર ચાવડાને 61 હજાર મત મળ્યા હતા. બંને વચ્ચે ફક્ત 3453 મતનું અંતર હતું. જ્યારે ત્રીજા નંબર પર AAPના નેતા કરશનબાપુ ભાદરકા 23 હજાર મતો મળ્યા હતા. જોકે ત્યાર બાદ અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. અને પેટા ચૂંટણીમાં ફરી જીતીને આવ્યા હતા.
આ પણ વાંચો: ચૂંટણીપંચ પર આરોપ મૂકી રાહુલ ફસાયા, પંચે ફટકારી નોટિસ
આ પણ વાંચો: ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત: રાહુલ ગાંધીએ ચૂંટણી ગોટાળાના નક્કર પુરાવા રજૂ કર્યા
આ પણ વાંચો: ઘર નંબર 0, પિતાનું નામ- dfojgaidf; રાહુલ ગાંધીનો દાવો- ઘણી ચૂંટણીઓમાં ગોટાળા થયા હતા
