Ahmedabad News: અમદાવાદમાં વધુ એક ધારાસભ્યનો લોકોએ ઘેરાવ કર્યો હતો. નિકોલમાં સ્થાનિકોએ બાબુ જમનાનો ઘેરાવ કર્યો હતો. તેઓ ચાર કોર્પોરટેરો સાથે લોકોની સમસ્ય સાંભળવા નીકળ્યા હતા. નિકોલના કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતાં મામલો ગરમાયો હતો.
પ્રાથમિક સુવિધાઓના કામો ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમરજવાન સર્કલ પાસે રોડ રસ્તા ખરા થઈ ગયા છે અને ગટર ઉભરાવવાની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેની સાથે કોર્પોરેટરો ફોન ના ઉપાડતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો.
હજી મહિના પહેલાં જ અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હોવાની ઘટના બની હતી. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવા અને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે રોડ, પાણી, ગટરના કોઈ કામો થતા નથી.
છેલ્લા કેટલાય દિવસથી જહાંગીરપુરા ગામમાં ઉભરાતી ગટરોના પ્રશ્નને લઈને સ્થાનિક લોકોમાં રોષ હતો. ધારાસભ્ય જ્યારે આજે કાર્યક્રમમાં આવ્યા ત્યારે સ્થાનિક લોકોનું ટોળું સ્કૂલ ઉપર પહોંચી ગયું હતું અને ઉભરાતી ગટરને લઈને રજૂઆત કરી હતી.
સ્થાનિક લોકો ધારાસભ્ય દર્શનાબેન અને કોર્પોરેટરોને ઘેરી વળ્યા હતા તેઓએ રજૂઆત કરી હતી કે, છેલ્લા કેટલાય દિવસથી અમારા ઘરની આજુબાજુ ગટરો ઉભરાઈ રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આ મામલે નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો ધારાસભ્ય અને કોર્પોરેટરોને જહાંગીરપુરા ગામમાં લઈ ગયા હતા અને ત્યાંથી તેમને પડતી સમસ્યાને લઈને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: હું ઓફિસમાં હતી અને એક જોરદાર વિસ્ફોટ થયો…અમદાવાદ પ્લેન ક્રેશ પર ધારાસભ્ય દર્શના વાઘેલાએ શું કહ્યું?
આ પણ વાંચો: અમદાવાદના ધારાસભ્ય અમુલ ભટ્ટ ફરી વિવાદમાં, રાષ્ટ્રીય શોક દરમ્યાન કરી ઉજવણી
