આજે દુનિયા ઘણી પ્રગતિ કરી રહી છે. પરંતુ લોકો પોતાના સંસ્કારોથી વિમુખ થતા જોવા મળે છે. ત્યારે આ નાનકડું બાળક વડીલોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે ભગવદ ગીતા, રામાયણના શ્લોક પોતાના મુખે ઉચ્ચારે છે. ઉત્તર ગુજરાતના નાનકડા શહેર પાલનપુર ખાતે રહેતો આ બાળક ઈશ્વરીય અનોખી પ્રતિભા ધરાવેછે . માત્ર પાંચ વર્ષની ઉમરનું આ બાળક રામાયણ અને ગીતાના નો શ્લોકો મોઢે બોલી બોલી આજની પેઢીને હંફાવે છે. આ નાનકડા બાળકમાં એક વૃધ્ધ કરતા પણ અનેકગણું ભારતીય અને હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન છે. આ બાળકમાં સંસ્કૃતિ પ્રત્યેની અનોખુ જ્ઞાન છે.
માધવન ઠાકર બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં રહે છે. જોકે આ 5 વર્ષના બાળકમાં સંસ્કૃતિ પ્રત્યેનું એવું જ્ઞાન છે કે આપ પણ સાંભળીને ચોંકી જશો. હિન્દુ સંસ્કૃતિમાં ભાગવત, ગીતા,રામાયણના ગ્રંથોના શ્લોકો આ પાંચ વર્ષીય બાળક મોઢે ઉચ્ચારી લે છે અને તેમાં આલેખાયેલા અનેક સંસ્કૃત ભાષાના સ્લોકોનું કડકડાટ ગુજરાતીમાં ઉચ્ચારણ પણ કરી લે છે. માધવનને રામાયણ મહાભારત ની સાથે સાથે અનેક એવા શ્લોકો પણ મોઢે છે જે બોલતાની સાથે સાંભળનારાઓનું દિલ જીતી લે છે
માધવન જ્યારે તેની માતાની કુખમાં હતો તે સમયે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે તેની માતા સલોનીબેને રામાયણ મહાભારત સહિત અનેક ગ્રંથોનું વાંચન કર્યું હતું. અને અનેક કોયડા ઉકેલ્યા હતા.જો કે તે બાદ માધવનનો જન્મ થયો અને ઘરમાં બોલાતા મંત્રો પૂજા વિધિ માં માધવન રસ ધરાવતો હતો. જેને લઇ તેના માતા પિતાને માધવનને સંસ્કૃતિ તરફ વાળવાનો વિચાર આવ્યો અને ત્યારથી જ તેના માતા પિતાએ તેને હિન્દુ સંસ્કૃતિક ગ્રંથોનું જ્ઞાન આપવાનું શરૂ કરી દીધું. માધવન પોતાની વય ઓછી હોવાને કારણે વાંચન તો નથી કરી શકતો પરંતુ તેનાં માતા પિતાના મોઢે સાંભળેલું સંસ્કૃતિ પ્રત્યેનું જ્ઞાન તરત જ યાદ કરી લે છે. ત્યારે આ માધવનની આ અનોખી પ્રતિભા થી માધવનના પરિવારજનો સાથે આસપાસના લોકો માધવનના મુખેથી લોકો કે રામાયણ કે મહાભારત સાંભળી લે છે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.
ગોંડલ / પિતૃકાર્ય કરવા જતાં નડ્યો અકસ્માત, લક્ઝરી બસ પલટતા 40 મુસાફરો ઈજાગ્રસ્ત
માધવન બે વર્ષનો હતો ત્યારથી જ તેને અનેક મંત્રો મોઢે ઉચ્ચારણ કરતો થઈ ગયો હતો જો કે તે બાદ તેના માતા પિતાએ તેને જ્ઞાન આપવાનું કાર્ય વ્રત રાખ્યું જેને લઇ આજે માધવન રામાયણ અને મહાભારત જેવા પુરાણો મોઢે જ ઉચ્ચારણ કરી લે છે. જેને લઇ આ અનોખું બાળક પોતાના પરિવાર કે આસપાસના લોકોમાં જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યું છે.
