Botad News : બોટાદના રાણપુરમાં પડતર ખેતરમાં જુગાર રમાતો હોવાની માહિતી SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2,12,760 રોકડા, 14 વાહનો અને 30 મોબાઈલ મળીને કુલ રૂ. 17,33,760 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓ અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે 15 આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. આરોપીઓને રાણપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. વધુ તપાસ રાણપુર પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: ડીએપી ખાતરની બોરી રૂ. 2400ની જગ્યાએ હવે મળશે આટલા રૂપિયામાં
આ પણ વાંચો: રાજકોટના જસદણમાં DAP ખાતરની અછત સર્જાઈ
આ પણ વાંચો: દાહોદ જિલ્લામાં એગ્રો વેપારીઓની મનમાની : બેફામ વસુલવામાં આવે છે ખાતરનો ભાવ
