Breaking News/ હત્યા કે આત્મહત્યા?વિશ્વામિત્રી નદીકાંઠે ઝાડીઓમાંથી મળી અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર!

Vadodaraની નરહરિ હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદીના કાંઠેથી અતિ ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી છે. સયાજીગંજ પોલીસે હત્યા કે આત્મહત્યાની શંકાએ તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara

Vadodara News: સંસ્કારી નગરી વડોદરાના હાર્દ સમાન સયાજીગંજ વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. નરહરિ હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચે આવેલી ઝાડીઓમાંથી એક અજાણ્યા વ્યક્તિનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે.

Vadodara: ભારે દુર્ગંધ ઉઠતા ઘટનાનો પર્દાફાશ થયો

મળતી વિગતો મુજબ, બ્રિજ નીચેની ઝાડી-ઝાંખરામાં છેલ્લા કેટલાક દિવસોથી લાશ પડી હોવાથી તે અતિ ડીકમ્પોઝ (સડેલી) હાલતમાં હતી. તેમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાતા આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Vadodara

Vadodara: પોલીસની કામગીરી અને પોસ્ટમોર્ટમ

સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. લાશ અતિશય ડીકમ્પોઝ એટલે કે સડી ગયેલી હાલતમાં હોવાથી હાલ તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા પોલીસે આ મામલે હત્યા, આત્મહત્યા કે અકસ્માતે મોત, એમ ત્રણેય દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો:  નખત્રાણામાં પરિણીતા સાથે આડા સબંધે 20 વર્ષના યુવાનની કરપીણ હત્યા

આ પણ વાંચો:  અમદાવાદ સરખેજમાં સિગારેટની નાની બાબતે યુવકની હત્યા, આરોપી સાજીદ ઉર્ફે શાહરુખ ફરાર