Ahmedabad News/ અમદાવાદ સરખેજમાં સિગારેટની નાની બાબતે યુવકની હત્યા, આરોપી સાજીદ ઉર્ફે શાહરુખ ફરાર

સિગારેટ જેવી સામાન્ય વસ્તુ માટે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં સવાલો ઊભા કર્યા છે.આરોપીએ યુવક પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
સિગારેટ ન આપતા હત્યાનો ભોગ બન્યો

Ahemdabad News: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં મોડી રાત્રે ફતેહવાડી વિસ્તારમાં નાની બાબતને કેન્દ્રમાં રાખીને થયેલો ઝઘડો ખૂની ખેલમાં ફેરવાયો હતો. સિગારેટ જેવી તુચ્છ બાબતે થયેલી બોલાચાલી એટલી બેફામ બની કે આરોપીએ યુવક પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

સિગારેટની નાની બાબતે જીવ લેવા જેટલો ગુસ્સો

સૂત્રો મુજબ, મોડી રાત્રે ફતેહવાડી વિસ્તારમાં કેટલાક યુવાનો વચ્ચે સિગારેટની બાબતે બોલાચાલી થઈ હતી. મૃતક યુવકે સિગારેટ આપવા ઇનકાર કરતા ગુસ્સે ભરાયેલા આરોપી સાજીદઅલી ઉર્ફે શાહરુખે પોતાની છરી કાઢી યુવક પર હુમલો કરી દીધો હતો. છરીના ગંભીર ઘાટોથી લોહીલુહાણ બનેલા યુવકને બચાવવા લોકો દોડી આવ્યા, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર માટે લઈ જતાં તે મોતને ભેટ્યો હતો.

સિગારેટના વિવાદથી હત્યાની જાણ થતાં પોલીસ દોડી આવી

[fvplayer id=”293″]

પોલીસ ઘટનાસ્થળે દોડી

ઘટનાની જાણ થતાં, સરખેજ પોલીસ મોડી રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકનું મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે આમેના ખાતુન મલ્ટી- સ્પેશિયાલિટીમાં મોકલ્યો અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે અને તે સાજીદઅલી ઉર્ફે શાહરુખ તરીકે સામે આવ્યો છે. ઘટના બાદથી જ શાહરુખ ફરાર થઈ ગયો છે, જેને કારણે પોલીસે તેના માટે ખાસ ટીમો બનાવીને શોધખોળ તજવીજ હાથ ધરી છે.

[fvplayer id=”294″]આરોપી સામે કડક કાર્યવાહી થશે

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપી ખૂબ જ ખતરનાક સ્વભાવનો છે અને તેના પર અગાઉ પણ ઝઘડા અને હિંસાના કેસ સામેલ છે. હાલ તેને પકડી લેવા માટે અનેક વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પોલીસે આરોપી સામે IPC કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે લોકોને અપીલ કરી 

પોલીસે જાહેર અપીલમાં  કહ્યું, જે કોઈ પાસે પણ આરોપી સાજીદઅલી ઉર્ફે શાહરુખ વિશે કોઈ માહિતી હોય તો તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે. પોલીસનો દાવો છે કે આરોપીને જલદી પકડી લેવામાં આવશે અને પીડિતા પરિવારને ન્યાય અપાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાપીમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા

આ પણ વાંચો:અમેરિકામાં ગુજરાતી પિતાની પુત્રએ જ હત્યા કરતા મચી ચકચાર

આ પણ વાંચો:પ્રેમિકાની હત્યા કરી, પ્રેમીનું લોકઅપમાં હાર્ટએટેકથી મોત