Ahmedabad News/ અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનારા પર મોટો કડક કાયદો, 5થી વધુ મેમો તો લાઇસન્સ રદ

અમદાવાદમાં જો નોટિસનો સંતોષકારક જવાબ ન મળે, અથવા ચાલક પોતાના ગુનાઓ સ્વીકારી લે, તો RTO સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News Uncategorized
RTO સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરશે

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક નિયમોના સતત વધતા ઉલ્લંઘનને રોકવા માટે લાઇસન્સ રદનો વાહનવ્યવહાર વિભાગે (Department of Transportation) હવે વધુ કડક પગલુ લેવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ હજારો લોકો નિયમ તોડે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિક સિસ્ટમ પર ભારે બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વાહનવ્યવહાર વિભાગે (Department of Transportation) 5 કરતાં વધુ ટ્રાફિક મેમો ધરાવતા વાહનચાલકો સામે સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

વાહનવ્યવહાર વિભાગે (Department of Transportation)આ સંબંધિત ડ્રાફ્ટ નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, કોઈપણ વાહનચાલક પર એક સાથે 5 કરતાં વધુ મેમો હશે, તો તેને પ્રથમ નોટિસ મોકલવામાં આવશે. નોટિસમાં તેને પોતાના વર્તન અંગે સ્પષ્ટીકરણ આપવા માટે તક આપવામાં આવશે. જો નોટિસનો સંતોષકારક જવાબ ન મળે, અથવા ચાલક પોતાના ગુનાઓ સ્વીકારી લે, તો RTO સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરશે.

ટ્રાફિક નિયમોના સતત વધતા ઉલ્લંઘનને રોકવા માટે લાઇસન્સ  રદ નો નિર્ણય

અત્યાર સુધીની વ્યવસ્થા શું હતી?

હાલની વ્યવસ્થા મુજબ, પોલીસ જ્યારે સતત નિયમ ભંગ કરતી ગાડીઓના નંબરની વિગતો RTOને મોકલે છે, ત્યારબાદ RTO લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરે છે. પરંતુ આ પ્રક્રિયા અત્યંત ધીમી છે અને એક વર્ષમાં માત્ર 2 થી 3 હજાર લાઇસન્સ જ રદ થાય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અમદાવાદ સહિત ગુજરાતભરમાં લાખો લોકો નિયમોની અવગણના કરે છે અને તેમના પર અનેક મેમો બાકી હોય છે.

વિભાગના આંકડાઓ મુજબ હાલમાં 5થી વધુ મેમો ધરાવતા વાહનચાલકોની સંખ્યા એક લાખથી પણ વધુ છે. આ લોકો સતત નિયમોનો ભંગ કરે છે પરંતુ કાયદાની ધીમી પ્રક્રિયા કારણે તેઓ પર અસરકારક કાર્યવાહી થતી નથી.

હવે શું બદલાશે?

નવા ડ્રાફ્ટ નોટિફિકેશન હેઠળ પોલીસની સૂચના વગર પણ RTO પોતે પ્રાથમિકતા ધરાવતી માહિતી તપાસીને પગલાં લઈ શકશે. એટલે કે, જો કોઈ વાહનચાલક પર નિયમિત મેમો ભરાતા રહે, તો સિસ્ટમ આપમેળે તેને “રેડ લિસ્ટ”માં મૂકી નોટિસ મોકલી દેશે.

નોટિસ મળ્યા બાદ ચાલકને 15 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે. યોગ્ય કારણો વિના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારાઓનું લાઇસન્સ નિશ્ચિત રીતે સસ્પેન્ડ અથવા રદ થશે.

ટ્રાફિક પોલીસ અનુસાર, મુખ્ય ઉલ્લંઘનોમાં આનો સમાવેશ

હેલ્મેટ વિના ડ્રાઇવિંગ

સીટબેલ્ટ ન પહેરવી

સ્પીડ લિમિટનો ભંગ

રોહાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ

સિગ્નલ તોડવું

મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચલાવવું

આ તમામ ઉલ્લંઘનો માત્ર દંડ નહીં પરંતુ અનેક અકસ્માતોને નિમંત્રણ આપે છે.

અમદાવાદમાં અકસ્માતોની વધતી સંખ્યા

છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં ટ્રાફિક અકસ્માતોની સંખ્યા સતત વધી છે. ખાસ કરીને યુવાનોમાં રેશ ડ્રાઈવિંગ અને ટ્રાફિકના નિયમોનો ભંગ મુખ્ય કારણ કહેવાય છે. શહેરમાં દર મહિને સરેરાશ 700 થી વધુ અકસ્માત નોંધાય છે, જેમાંથી ઘણા ગંભીર હોય છે.

વાહનવ્યવહાર વિભાગના મતે, જો કડક કાયદો નહીં લાવવામાં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

આ કાયદાથી શું બદલાશે?

નવા નિયમ હેઠળ ટ્રાફિક શિસ્તમાં નીચે મુજબના ફેરફારો જોવા મળશે:

નિયમિત રીતે ઉલ્લંઘન કરનારાઓ પર નિયંત્રણ

લોકોમાં નિયમ પાળવાની ભયભાવના વધી

અકસ્માતોની સંખ્યા ઘટશે

શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા વધુ સારી બનશે

યથાર્થ અને સમયસર કાર્યવાહીથી નિયમ ભંગ કરનારાઓને સખત ચેતવણી મળશે

વાહનચાલકો માટે ચેતવણી-લાઇસન્સ રદ થશે

વાહનચાલકો માટે ચેતવણી-લાઇસન્સ રદ 

જો તમારા વાહન પર મેમો બાકી હોય તો તરત જ પોલીસની વેબસાઇટ અથવા એપ પર જઈ ચેક કરો અને દંડ ભરો. નહીં તો તમને RTO તરફથી નોટિસ મળી શકે છે અને લાઇસન્સ પણ રદ થઈ શકે છે.

લોકોને શું કરવું જોઈએ તેની  એડવાઝરી જાહેર કરી 

વાહનચાલન કરતી વખતે હંમેશા નિયમોનું પાલન કરવું

હેલ્મેટ અને સીટબેલ્ટ અવશ્ય પહેરવા

મોબાઇલ ઉપયોગ ટાળવો

સ્પીડ લિમિટમાં રહેવું

વારંવાર મેમો ભરાવા ન દેવા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાડું માંગવા બદલ કોન્સ્ટેબલે બસનું ચલણ કાપ્યું,ટ્રાફિક પોલીસ કર્મચારીએ હાથરસમાં રોડવેઝ બસ રોકી,મુસાફરો પરેશાન

આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસ વાહનના નિયમોનો ભંગ કરનારા સામે બની વધુ આકરી!

આ પણ વાંચો:અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં, હેલ્મેટ નહીં પહેરો તો ખિસ્સા થશે હળવા