Surat News/ સુરત ટ્રાફિક પોલીસ વાહનના નિયમોનો ભંગ કરનારા સામે બની વધુ આકરી!

સિગ્નલ તોડનારા મોટાભાગના ટુ-વ્હીલરો જોવા મળ્યા છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત ટ્રાફિક પોલીસે (Surat Traffic Police) વાહનના નિયમોનો ભંગ કરનારા વિરૂદ્ધ વધુ આકરી બની છે. વરાછા વિસ્તારમાં તપાસના આંકડા મુજબ 11 સિગ્નલ પર વાહનચાલકો સિગ્નલ પર ઊભું રહેવાનું ટાળતા જોવા મળ્યાં છે. જેથી સુરત પોલીસ મંગળવારથી ઝુંબેશ શરૂ કરી છે. સિગ્નલના નિયમોનું પાલન ન કરતા 763 વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે. શરૂઆતમાં 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. પરંતુ જો ન સુધર્યા તો મોટો દંડ પણ વસૂલી શકશે.

સિગ્નલ તોડનારા મોટાભાગના ટુ-વ્હીલરો જોવા મળ્યા છે. જેમાં વરાછાના હીરાબાગ, અંકુર ચાર રસ્તા, દેવજીનગર, ભવાની સર્કલ, વૈશાલી ત્રણ રસ્તા, મીની બજાર 3 રસ્તા, LIC સર્કલ, ગૌશાળા સર્કલ, ઉમિયાધામ સર્કલ, બોમ્બે માર્કેટ, રચના સર્કલ પર સૌથી વધુ સિગ્નલના નિયમોનો ભંગ (Traffic Rules) કરાયો છે. પોતાના જીવની ચિંતા ન હોય તે રીતે વાહન ચલાવનારાઓ સામે સુરત પોલીસ કડક બની ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ વાહનચાલકોને પકડે તો જુદા જુદા બહાના કાઢતાં હતી. જેમકો, મને સિગ્નલ પર લાઈટ ન દેખાઈ, હોસ્પિટલ જવું છે, ઓફિસે પહોંચવામાં મોડું થઈ ગયું છે, પૈસા નથી જેવા બહાના કાઢ્યા હતા.

સિગ્નલ ભંગના કેસોની સંખ્યા

વાહનો 23/12 24/12 કુલ
ટુ વ્હીલર 529 527 1056
ર્થી વ્હીલર 63 67 132
ફોર વ્હીલર 162 161 323
અન્ય 9 12 21
કુલ 763 767 1530

અગાઉ સુરતમાં રોંગ સાઈડમાં વાહન હંકારનારાઓ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની સાથે સાથે તેઓના લાઇસન્સ રદ કરવા માટેની પણ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 15 દિવસની અંદર સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા 5289 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ બનાવાયો હતો આ રિપોર્ટ RTO ને સોંપવામાં આવશે, શહેરમાં કુલ 80 ટીમો બનાવી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ રહી હતી.

લાયસન્સ રદ કરવાનો હેતુ માત્ર અને માત્ર સુરત વાસીઓની સુરક્ષા અને સલામતી છે, વાહન ચાલકોને શીખ મળે અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા અટકાવી શકાય તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,આ વર્ષે અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય ઉપરાંત શહેર વાસીઓ અને તેમના પરિવારવાસીઓ સુરક્ષિત રહે તે માટે આ કામગિરી સુરત શહેર ટ્રાફીક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિક કાયદાઓનું પાલન કરે તે માટે લેવાયા કડક પગલાં

આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી

આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે