Vadodara News/ વડોદરાના ભાયલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ઠગાઈનો ભાંડો ફૂટ્યો,ઇન્ડસઇન્ડ બેંકની સતર્કતાથી 16 લાખ બચ્યા

વડોદરાના ભાયલી વિસ્તારમાં સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 16 લાખ RTGS કરાવવા દબાણ. ઇન્ડસઇન્ડ બેંક મેનેજર અને વડોદરા તાલુકા પોલીસની ઝડપી કાર્યવાહીથી મોટી ઠગાઈ (Digital Arrest) અટકી.

Top Stories Gujarat Vadodara Breaking News
Digital Arrest

Vadodara News: ભાયલી વિસ્તારના એક નિવૃત્ત સિનિયર સિટીઝને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ઠગોએ 5 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં (Digital Arrest) રાખ્યા હતા. વીડિયો કોલ પર સતત મોનિટરિંગ કરી માનસિક રીતે તોડી નાખ્યા બાદ 16 લાખ રૂપિયા RTGS દ્વારા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. જો કે, ઇન્ડસઇન્ડ બેંક, ભાયલી બ્રાન્ચના મેનેજરની તીક્ષ્ણ સતર્કતા અને વડોદરા તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહીથી વૃદ્ધની આજીવનની બચત બચી ગઈ.

16 ફેબ્રુઆરીના બપોરે આ સિનિયર સિટીઝનને દિલ્હીના TRAI કાર્યાલય તરફથી ‘રામ મિશ્રા’નો કોલ આવ્યો હતો.તેમણે પૂછ્યું, “તમારા નામે કેટલા સિમ કાર્ડ છે? તમારા સિમનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.” આ પછી તરત જ વોટ્સએપ પર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ‘સંદીપ રાવે વીડિયો કોલ કર્યો અને ખતરનાક વાર્તા રચી.તેમણે કહ્યું, “જેટ એરવેઝના CEO નરેશ ગોયલ પર 538 કરોડના મની લોન્ડરિંગનો કેસ છે.

તેમના ઘરેથી મળેલા ATM કાર્ડમાંથી તમારું કેનેરા બેંકનું કાર્ડ મળ્યું છે.આ કાર્ડમાંથી 2 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે અને તમારા ખાતામાં 10% કમિશન તરીકે 20 લાખ રૂપિયા જમા થયા છે.”આ વાતને વધુ વિશ્વસનીય બનાવવા માટે ઠગોએ (Digital Arrest) સુપ્રીમ કોર્ટ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના બનાવટી દસ્તાવેજોના ફોટા મોકલ્યા.

ઠગોએ વૃદ્ધને સતત વીડિયો કોલ પર રાખ્યા. કોઈ સાથે વાત કરવા દીધી નહીં. પરિવાર સાથે પણ 5 દિવસ સુધી કોઈ વાતચીત ન થઈ શકી. વૃદ્ધને કહેવામાં આવ્યું, “જો મની લોન્ડરિંગના (Digital Arrest) કેસમાંથી બચવું હોય તો 16 લાખ રૂપિયા તાત્કાલિક આનંદ ફાઇનાન્સ બેંક, ગુડગાંવના ખાતામાં RTGS કરી દો. નહીં તો ઘરે પોલીસ મોકલીને અરેસ્ટ કરી જેલમાં ધકેલી દઈશું.”

20 લાખની FD તોડાવવા માટે વૃદ્ધ ઇન્ડસઇન્ડ બેંક, ભાયલી બ્રાન્ચ પહોંચ્યા. ત્યાં તેમની ગભરાયેલી હાલત અને સતત વીડિયો કોલ જોઈ બેંક મેનેજરને શંકા ગઈ. મેનેજરે પૂછ્યું, “આટલી મોટી રકમ કોને અને કેમ ટ્રાન્સફર કરવા માંગો છો?” વૃદ્ધ સરખો જવાબ આપી શક્યા નહીં. ઠગોએ  (Digital Arrest) ફોન પર ધમકી પણ આપી કે કંઈ ન બોલવું.

મેનેજરે તરત જ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી. ત્યારબાદ પોલીસની ટીમ બેંક પહોંચી.અને વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ જવાયા. તપાસમાં આખી હકીકત સામે આવી અને 16 લાખનો RTGS ટ્રાન્સફર અટકાવી દેવાયો. આમ વૃદ્ધને આર્થિક અને માનસિક નુકસાનથી બચાવી લેવાયા.


આ પણ વાંચો: મહેસાણામાં નિવૃત્ત તબીબ ‘ડિજીટલ એરેસ્ટ’ના જાળમાં ફસાયા, ઠગોએ 1.21 કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચો: TRAIના કર્મચારી અને પોલીસની ઓળખ આપી ડિજીટલ એરેસ્ટ કરી 11.42 કરોડની છેતરપિંડી કરનારા 3 ઝડપાયા

આ પણ વાંચો: ડિજીટલ એરેસ્ટ કરી રૂપિયા ખંખેરતી ગેંગના 8 શખ્સોને ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે ઝડપી લીધા