Not Set/ કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મળે, CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય

ભારતમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર યથાવત છે અને આ ઘાતક વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

Top Stories Gujarat Others

ભારતમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર યથાવત છે અને આ ઘાતક વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ દેવભૂમિ ઉત્તરાખંડમાં ચાલી રહેલા કુંભ મેળામાં શાહી સ્નાન માટે લાખો લોકો ઉમટી પડ્યા છે અને હવે આ જ જનમેદની દેશ માટે કોરોનાની સુપરસ્પ્રેડર બની રહી છે, ત્યારે હવે આ સ્થિતિને લઈ ગુજરાતમાં કોરોનાના કેસો ન વધે એ માટે રાજ્યની રૂપાણી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :પાટીલને ખબર જ નથી કે રાજકોટમાં ૩૦ કલાક સુધી પરિવારજનોને મૃતદેહ મળતા નથી

આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનો નિર્ણય કરતા હવે હરિદ્વારના કુંભથી આવતા લોકોને  રાજ્યમાં સીધી પ્રવેશ આપાશે નહીં. આ સ્થિતિમાં કુંભમાંથી આવતા લોકોને હવે પહેલા આઇસોલેટ કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા આ કુંભ યાત્રાએ ગયેલા વ્યકિત રાજ્યમાં સુપર સ્પ્રેડર ના બને એ માટે આ નિર્ણય કરાયો છે. આ માટે સરકારે કુંભમેળાથી પરત આવનારા લોકોનો સૌથી પહેલા કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો પણ નિર્ણય કરાયો છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા 15થી 20 દિવસથી કોરોનાનું વ્યાપક પ્રમાણમાં સંક્રમણ આપણે જોઇ રહ્યાં છે. સમગ્ર દેશમાં સંક્રમણ વધ્યું છે. બીજી લહેર ખૂબ વ્યાપક છે અને સ્થિતિ થોડી નાજૂક છે. આખેઆખા કુટંબને ચેપ લાગ્યો છે. જે માટે તમામ હૉસ્પિટલો સુસજ્જ થઇ રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં રાજ્ય સરકારે 25થી 30 હજાર બેડનો વધારો કર્યો છે. બેડ સાથે 24 કલાક સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરી છે. લોકોને બેડની અછત પડે છે તેને નિવારવા માટે આપણે 15 દિવસમાં વધુ બેડની વ્યવસ્થા કરી રહ્યાં છીએ.

સીએમે માન્યું કે, ગુજરાતમાં મૃત્યુંઆંક વધ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું કે, મૃત્યુંનો આંક પણ વધ્યો છે. મૃતકોનો અગ્નિદાહ કે કબ્રસ્તાનમાં જગ્યા મળી રહે તે માટે પણ વ્યવસ્થા વધારવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં પણ વધારો કર્યો છે. આ સાથે અન્ય કડક નિર્ણયો પણ લીધા છે.

આપને જણાવી દઈએ કે, કુંભ મેળામાં ચાલી રહેલા શાહી સ્નાનમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ અહીંથી બીજા રાજ્યમાં જઇ રહેલા લોકો સુપરસ્પ્રેડર બની રહ્યા છે. આ પહેલા આજે સવારે જ પીએમ મોદીએ પણ કુંભ મેળાને પ્રતિકાત્મક કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :બ્લું કલરના ગાઉનને પીપીઇ કિટ બનાવી, કાચા મકાનોમાં ક્લિનિક, કટાયેલા પલંગમાં સારવાર

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે ‘આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી જી સાથે આજે ​​ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે તમામ સંતોના શાસ્ત્રી વિશે જાણકારી મેળવો તમામ સંતો વહીવટને તમામ પ્રકારના સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત વિશ્વનો આભાર માન્યો. મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે અને કોરોનામાં સંકટને કારણે કુંભને પ્રતીકાત્મક રાખવો જોઈએ. આ આ કટોકટી સામેની લડતને શક્તિ આપશે. ‘ પીએમ મોદીની આ પહેલને સ્વામી અવધેશાનંદજીનો ટેકો મળ્યો છે.

આ પણ વાંચો :રાજકોટ માટે આફત બન્યો કોરોના : વધુ 68 દર્દીઓનો લીધો ભોગ, રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજીનું કોરોનાથી નિધન

સ્વામી અવધેશાનંદજીએ ટ્વીટ કર્યું, માનનીય વડા પ્રધાનના આહવાનને આપણે સન્માન આપીએ છીએ! જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મારો ધાર્મિક ધર્મ લોકોને કોવિડના સંજોગોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સ્નાન ન કરવા અને નિયમોનું પાલન કરવાની વિનંતી કરે છે. માનવામાં આવે છે કે આ પછી કુંભ મેળો સમાપ્ત થશે.આ પછી, સ્વામી અવધેશાનંદે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને લોકોને મોટી સંખ્યામાં કુંભ ન પહોંચવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, કુંભ સમાપ્ત થતો નથી, પરંતુ હવે આગામી સ્નાન પ્રતીકાત્મક સ્વરૂપમાં કરવામાં આવશે. ફક્ત સાધુ સંતો સ્નાન કરશે. જનતાએ દૂર રહેવું જોઈએ. કોરોના નિયમોનું પાલન કરો.

આ પણ વાંચો : કોરોના સંકટને જોતા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું ટ્વિટ, CM રૂપાણીને કરી આ અપીલ