Anand News/ બોરસદમાં અકસ્માતના કેસમાં ધમકી આપી ઈસમે નાણાં પડાવતાં ફરિયાદ

દંપતી પાસેથી રૂપિયા 50 હજાર પૈકી 15 હજાર પડાવ્યા હતા.

Top Stories Gujarat Others

Anand News: આણંદ (Anand)માં બોરસદ (Borsad)માં અકસ્માત (Accident)ના કેસમાં ધમકી આપી ઈસમે નાણાં પડાવ્યાનો પર્દાફાશ થતાં દાવોલ પોલીસ સ્ટેશન (Police Station)માં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર તોડ મામલે વીડિયો (Video)ને પોલીસે આરોપી વિઠ્ઠલ ગોહેલ વિરુદ્ધ ગુનો (FIR) નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

આણંદ (Anand) જીલ્લાના બોરસદ (Borsad) તાલુકામાં અકસ્માતના કેસમાં ધાકધમકી આપી નાણાં પડાવ્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બોરસદના દાવોલ ગામે રાજેશ ચાવડા દ્વારા અકસ્માત થતાં ભાઈલભાઈ ગોહિલનું સારવાર દરમિયાન મોત (Death) થયું હતું.  સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ ઘટનાનાં 3 દિવસ બાદ વિઠ્ઠલ ઉર્ફે વી.સી. ગોહેલે પૈસાની માગ કરી હતી. અકસ્માત સર્જનાર  રાજેશ ચાવડા પાસે પૈસાની માંગણી કરી હત્યાના આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 50 હજારની માગણી કરી હતી. ઈસમે દંપતી પાસેથી રૂપિયા 50 હજાર પૈકી 15 હજાર પડાવ્યા હતા. સમગ્ર તોડ મામલે વીડિયો વાયરલ (Video Viral) થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

થોડા દિવસો અગાઉ દારૂ (Liquor)નો ખોટો કેસ કરવાની ધમકી આપીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 1500 ની લાંચ લેતા નારોલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ACBની જાળમાં ફસાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી ફરીયાદી એ દારૂનો ધંધો બંધ કરી દીધો હતો.

બીજી તરફ નારોલ પોલીસ (Narol Police) સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વનરાજસિંગ વી.વાળા ફરીયાદી પાસે રૂપિયા 2500ની માંગણી કરેલ અને જો ફરીયાદી પૈસા ન આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી. જેથી જે તે સમયે આરોપીએ વનરાજસિંહે રૂપિયા 1000 ફરીયાદી પાસેથી લઈ લીધેલ અને બાકી રૂપિયા 1500 તા. 28 માર્ચ 2025આપવાનો વાયદો કર્યો હતો. ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. જેને આધારે ACBની ટીમે નારોલમાં શાહવાડી રોડ, શ્યામ ઈન્ડસ્ટ્રી, ફરિયાદીની દુકાન પાસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂ.1500 ની લાંચ લેતા વનરાજસિંહ ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાવધાન! સસ્તું ઘર લેવા માટે ન આવિજતા આવા કોઈ પણની વાતો મા,250 લોકો પાસેથી રૂ.3 કરોડ પડાવ્યા

આ પણ વાંચો:આણંદમાં વિદેશ જવાની લાલચમાં વધુ એક મહિલા છેતરાઈ

આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસ બની તોડ કરતા બે શખ્સો ઝડપાયા