સુરત
સુરતના કોષ ગામેથી બે મોર સાથે બે યુવાનોની વન વિભાગએ અટકાયત કરી હતી. બંને યુવાનો મૃત હાલતમાં મોરને કોષ ગામે લઇને આવતા લોકોએ પકકડ્યા હતા. ત્યાર બાદ લેકોએ વન વિભાગને સોંપ્યા હતા.
મહુવા તાલુકાના મહુવારીયા ગામના યુવાનો વાંસદા તાલુકાના પ્રતાપ નગર નજીક થી પસાર થતાં હતાં. દરમિયાન તેમણે બે મોર મૃત હાલત મળી આવ્યા હતા. બંને મૃત મોરને લઇને નીકળ્યા હતા. દરમિયાન કોષ ગામથી પસાર થતા કેટલાક યુવાનોને શંકા ગઈ હતી અને ત્વરિત મહુવા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી.

મહુવા વન વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પોહચી બંને યુવાનોની અટકાયત કરી હતી. હાલતો મોરના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેથી હોવી પી એમ રિપોર્ટ બાદ મોરના મોતનું સાચું કારણ બહાર આવી શકે એમ છે.
