Not Set/ ગુજરાત ભાજપ દ્વારા કોંગ્રેસ સામે રાજ્યવ્યાપી ધરણા, પ્રદેશ પ્રમુખ કરશે ભાવનગરમાં ધરણા

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે કોંગ્રેસ સામે રાજ્યવ્યાપી ધરણાંનું એલાન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા રાફેલ મુદ્દે કોંગ્રેસ સામે ધરણાંનું શસ્ત્ર ઉગામી રાહુલ ગાંધીની માફીની માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ધરણા કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ધરણામાં મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ […]

Top Stories Gujarat Others

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે કોંગ્રેસ સામે રાજ્યવ્યાપી ધરણાંનું એલાન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા રાફેલ મુદ્દે કોંગ્રેસ સામે ધરણાંનું શસ્ત્ર ઉગામી રાહુલ ગાંધીની માફીની માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ધરણા કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ધરણામાં મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી પોતાનાં વિસ્તાર ભાવનગરમાં ધરણા કરશે. રાફેલ મુદ્દે કોંગ્રેસનાં રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે  ભાવનગરનાં ઘોઘા ગેટ સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ધરણા કાર્યક્રમમાં વિશાળ કાર્યકરોની સાથે  હાજર રહશે.

આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ખરીદી મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી યાચીકા પર ચુકાદો આપતા SCએ આ મામલે CBI તપાસને નકારી કાઢી હતી. તો સાથે સાથે ચોકીદારવાળા રાહુલ ગાંધીનાં વિધાન મામલે ફરી આવી ભૂલ ન કરવાની ચિમકી સાથે રાહુલની માફી કોર્ટે માન્ય રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન