Gujarat News/ રાજ્યમાં કાર્યરત 137 મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટની સેવાનો 13.5 લાખથી વધુ નાગરિકોએ લીધો લાભ…

મોબાઇલ હેલ્થ અને મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે હરતું–ફરતું આરોગ્ય મંદિર સાબિત થઈ રહ્યું છે. ગુજરાતના છેવાડાના નાગરિકો માટે આ સેવા આશીર્વાદરુપ..

Gujarat Trending

Gujarat News: મોબાઇલ હેલ્થ અને મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે હરતું–ફરતું આરોગ્ય મંદિર સાબિત થઈ રહ્યું છે. ગુજરાત (Gujarat)ના નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Panseriya)ના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સેવા (Health Services) છેવાડાના માનવી સુધી પહોચી રહી છે.

સપ્ટેમ્બર–2025 સુધીમાં કુલ 13.5 લાખથી વધુ નાગરિકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો

રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર (Primary medical treatment) ઘર આંગણે મળી રહે તે હેતુથી રાજ્યમાં 102 મોબાઇલ હેલ્થ યુનિટ અને ૩૫ મોબાઈલ મેડીકલ યુનિટ એમ કુલ 137 મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટ સેવારત છે. જે પૈકી 80 આદિજાતિ વિસ્તારમાં, 23 અગરિયા વિસ્તારમાં, 11 રણ વિસ્તારમાં, ,ચાર જંગલ વિસ્તારમાં અને 19 સામાન્ય વિસ્તારમાં મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટ (Mobile Health-Medical Unit) કાર્યરત છે. સપ્ટેમ્બર–2025 સુધીમાં કુલ 13.5 લાખથી વધુ નાગરિકોએ મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટની ઓ.પી.ડી. (OPD) સેવાનો લાભ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત 8 હજારથી વધુ મહિલાઓની પૂર્વ પ્રસૂતિ સંભાળ, 1 હજારથી વધુ હાઇરિસ્ક માતાની ઓળખ તેમજ 5 લાખથી વધુ નાગરિકોની લેબોરેટરીની તપાસ કરવામાં આવી છે.

મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે તેથી આરોગ્યની સેવાઓનું સંકલન થાય અને નાગરિકોને સરળતાથી આરોગ્યલક્ષી સારવાર આપી શકાય. મોબાઇલ યુનિટ સ્થાનિક જરૂરીયાત મુજબ પીએચસી મેડીકલ ઓફિસર, ટીએચઓ અને સીડીએચઓ દ્વારા તૈયાર કરેલ એકશન પ્લાન અને ફિકસ રૂટ પ્લાન સમય અને દિવસ પ્રમાણે આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંત્રી પ્રફુલ પાનસેરિયાની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ તથા માર્ગદર્શન…

આ પણ વાંચો: સંજીવની રથ: ગુજરાતના પશુધનને ઘર આંગણે આરોગ્ય સેવાનો આશીર્વાદ

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લાં 11 વર્ષમાં 15.89 કરોડ કરતાં વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ: પ્રફુલ પાનસેરીયા