@દિવ્યેશ પરમાર
Surat News:સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં આજે સામાન્ય સભા મળી હતી.આ સામાન્ય સભામા શિક્ષણ સમિતિના સભ્ય સિવાય આપના બે કોર્પોરેટર અંદર આવી જતા વિરોધ કરાયો હતો અને સામાન્ય સભા તોફાની બની હતી.

સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી.આ સભામા તમામ કામોને લઈ માહિતી આપવાના આવતી હતી.તે દરમ્યાન વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.જેમાં ફોટો ગ્રાફી ટેન્ડર ,તેમજ કાર્પેટ નું ભાડું 10 હજાર ચૂકવવા માં આવતા વિરોધ કરાયો હતો અને વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા કે 500 રૂપિયા ની કાર્પેટ ના 10 હજાર શા માટે ચૂકવવા .તેનાજ ઉત્તરવહી છાપકામ બજાર ભાવ કરતા વધારે ચૂકવવા માં આવ્યા હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા હતા.

ગઈ વખતે ઝીરો હોવર્સ માં વિપક્ષ ને બોલવા ના દીધા હોવાના આક્ષેપ કર્યા હતા.સાથે શિક્ષણ સમિતિની સામાન્ય સભા ચાલતી હતી. તે દરમ્યાન આપ ના વે કોર્પોરેટર શિક્ષણ સમિતિની સામાન્ય સભા માં ઘુસી ગયા હતા.અંદર આવ્યા બાદ શિક્ષણ સમિતિના સભ્યો એ વિરોધ કર્યો હતો. તે દરમ્યાન પક્ષ અને વિપક્ષમાં ચકમક જરી હતી.

સામાન્ય સભા તોફાની બની હતી.વિપક્ષ કોર્પોરેટર પણ બહાર જવા માટે તૈયાર થયા ના હતા.જેથી ભારે તોફાન મચ્યું હતું.આ ઘટને લઈ શિક્ષણ સમિતિ ના સભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો અને આપના બને કોર્પોરેટર સામે કાયદેસર ની કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સાથે જ આપના બે કોર્પોરેટર શિક્ષણ સમિતિ ની સામાન્ય સભા ની અંદર પ્રવેશી જતા પોલીસ બોલાવવા માં આવી હતી.
આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી
આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો
આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી
