Not Set/ જયંતિ ભાનુશાળીની હત્યા: કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરાએ સરકાર પર કર્યા પ્રહાર

જયંતિ ભાનુશાળીની હત્યાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરાએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. તેમજ જયંતિ ભાનુશાળી એક કદાવર નેતા હતા તેમ પણ કહ્યું હતું. સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ […]

Top Stories Gujarat Trending

જયંતિ ભાનુશાળીની હત્યાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરાએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. તેમજ જયંતિ ભાનુશાળી એક કદાવર નેતા હતા તેમ પણ કહ્યું હતું.

સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો છે. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.