Ahmedabad News:અમદાવાદ શહેરના દક્ષિણ વિસ્તારની જીવાદોરી ગણાતા શાસ્ત્રી બ્રિજને વ્યાપક સમારકામ માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરના તાજા આદેશ મુજબ, આ બ્રિજ 9 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈને 8 જાન્યુઆરી 2027 સુધી લગભગ 11 મહિના સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.આ નિર્ણય બ્રિજ (Shastri Bridge Closed)ની માળખાગત સુરક્ષા અને મજબૂતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
શાસ્ત્રી બ્રિજ (Shastri Bridge Closed) બંધ થતાં લોકોને પડશે હાલાકી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને અન્ય તકનીકી તપાસમાં બ્રિજના બેરિંગ્સ (bearings) અને પેડેસ્ટલ્સમાં ગંભીર નુકસાન અને જર્જરિત સ્થિતિ જોવા મળી હતી. આ તપાસ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજોની ચકાસણીના ભાગરૂપે કરવામાં આવી હતી.

શાસ્ત્રી બ્રિજ (Shastri Bridge Closed) 40 વર્ષથી વધુ જૂનો છે અને તેના 150થી વધુ બેરિંગ્સ બદલવાની જરૂર છે.ગત વર્ષે (2025માં) પણ આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આંશિક સમારકામ થયું હતું,પરંતુ તાજેતરની તપાસમાં વધુ નુકસાન જોવા મળતાં હવે સંપૂર્ણ બંધ કરીને વ્યાપક રિપેરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.આ સમારકામ દરમિયાન બેરિંગ્સ બદલવા ઉપરાંત અન્ય માળખાગત સુધારાઓ પણ કરવામાં આવશે.

આ બ્રિજ બંધ થતાં પીરાણા, લાંભા, જશોદાનગર, બેહરમપુરા તરફથી વિશાલા,વાસણા, નારોલ તરફ જતા વાહનચાલકો (Drivers)ને શહેરના આંતરિક માર્ગો પરથી લાંબો ચક્કર લગાવવો પડશે.આનાથી શહેરના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં ટ્રાફિક (Traffic)નો ભાર વધવાની શક્યતા છે.ટ્રાફિક પોલીસ દ્વારા સૂચવાયેલા મુખ્ય વૈકલ્પિક માર્ગોને આવક જાવક માટે ઉપયોગમાં લઈ સકાસે.
આ પણ વાંચો:સુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાતા વાહનચાલકોને ભારે હાલાકી
આ પણ વાંચો:અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અસર: શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ બંધ
આ પણ વાંચો:અમદાવાદના ગિરધર નગર ઓવરબ્રિજને ફરી એકવાર 20 સપ્ટેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય
