Ahmedabad News/ અમદાવાદના ગિરધર નગર ઓવરબ્રિજને ફરી એકવાર 20 સપ્ટેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઓવરબ્રિજ પૈકી ગિરધર નગર ઓવરબ્રિજ સૌથી વ્યસ્ત છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તાર સ્થિત ગિરધર નગર ઓવરબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેકના પિલરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવામાં આવશે, એમ અમદાવાદ ટ્રાફિક પોલીસે આ અંગે એક પ્રેસનોટ બહાર પાડીને  માહિતી આપી છે. આ કામગીરીને પગલે આ ઓવરબ્રિજ 23 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઓવરબ્રિજ પૈકી ગિરધર નગર ઓવરબ્રિજ સૌથી વ્યસ્ત છે. આ બ્રિજ આ પહેલાં પણ 18 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી બંધ રહ્યો હતો, હવે ફરીથી બ્રિજ બંધ થવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે.કાલુપુર અને પ્રેમ દરવાજા તરફથી આવતા વાહનો: આ વાહનો ઈદગાહ સર્કલથી અસારવા બ્રિજનો ઉપયોગ કરીને બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ અથવા અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો પર જઈ શકશે.

જ્યારે શાહીબાગ અને ગિરધર નગર તરફથી આવતા વાહનો ગિરધર નગર સર્કલથી કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ અથવા અસારવા તરફ જઈ શકશે. તે સિવાય  કાલુપુર-પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ તેઓ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકશે.

વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને ટ્રાફિક જામની સમસ્યાથી બચી શકે છે અને કામગીરી પૂર્ણ થવા સુધી સહયોગ આપે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો