Amreli News/ અમરેલી જિલ્લાના વિવિધ ચેકડેમો તળાવો તેમજ નદીઓમાં “સૌની યોજના”નું પાણી છોડવા તથા વિજળી માટે CM અને જળ મંત્રીને પત્રો લખાયા

બીજેપીના અમરેલી જિલ્લાના પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી અને સિંચાઈ તથા પાણી પુરવઞા વિભાગના મંત્રીને પત્રો લખ્યા

Gujarat

Amreli News : અમરેલી જિલ્લાના વિવિધ ચેકડેમો તળાવો તેમજ નદીઓમાં સોની નદીઓનું પાણી છોડવા બાબતે બીજેપીના અમરેલી જિલ્લાના પ્રમુખ અતુલ કાનાણીએ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંનરજીભાઈ બાવળીયાને પત્ર લખ્યો છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં હાલ ચોમાસાની સિઝનમાં વરસાદની ખેંચ ઉભી થઈ છે. જેને કારણે ખેડૂતોનો માહામુલો પાક મુઝાઈ રહ્યો છે. આ પરિસ્થિતીમાં અમરેલી જિલ્લામાં આવેલા વિવિધ ચેકડેમો, નદીઓ અને તળાવોમાં “સૌની યોજના”નું પાણી છોડવામાં આવે તો ખેડૂતોના બોર, કુવાઓના તળ ઉંચા આવવાના કારણે ખેડૂતો સિંચાઈ મારફતે પાણી પુરૂ પાડી શકે અને પોતાનો પાક બચાવી શકે છે.

ઉપરાંત જિલ્લાના વિવિધ ડેમોમાંથી સિંચાઈ યોજનાની કેનાલો મારફતે પાણી છોડવામાં આવે તો ખેડૂતો કેનાલ મારફતે પોતાના ખેતરોના પાકને પાણી પુરૂ પાડી શકે છે. આ બાબતે તાત્કાલિક નિર્ણય કરીને”સૌની યોજના”નું પાણી તેમજ નહેરો દ્વારા પાણી અમરેલી જિલ્લાના ખેડૂતો માટે છોડવા વિનંતી છે, એમ તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે.

તે સિવાય ઉતુલ કાણીએ ણુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને અમરેલી જિલ્લાના ખેડૂતોને ખેતી માટે 8 કલાકના બદલે 10 કલાક વિજળી પૂરી પાડવા વિનંતી કરતો પત્ર પણ લખ્યો છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે ચોમાસામાં અમરેલી જિલ્લામાં વરસાદની ખેંચ ઉભી થતા ખેતરોમાં ઉભેલા ચોમાસુ પાકને પાણીની તાતી જરૂરિયાત છે, બીજીતરફ પૂરતા પ્રમાણમાં વિજળી ન મળવાને કારણે ઉભો પાક મુરઝાઈ રહ્યો છે. ખેડૂતોને પોતાની માલિકીના બોર અને કૂવામાંથી પાણી આપવું પડે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે.

એવામાં વીજ વિભાગ તરફથી ખેતીવાડીના પાવર સપ્લાયમાં 8 કલાકને બદલે 10 કલાક વિજળી આપવા અમરેલી ડિલ્લાના ખેડૂતો વતી માંગણી કરૂ છું, એમ તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તું અહીથી જવાદે મારા સામેથી, રાજકોટ સિવિલ સ્ટાફની લૂખી દાદાગીરી, મીરા આહિરને થયો કડવો અનુભવ

આ પણ વાંચો:રાજકોટ જન્માષ્ટમી લોકમેળો 2025: રાઇડ્સની મજા સાથે ટિકિટ દરમાં વધારો, સલામતી અંગે ચિંતા

આ પણ વાંચો:રાજકોટમાં થિયેટરમાં સૈયારા ફિલ્મ જોતા જોતા બિયર પીતા બે યુવકો ઝડપાયા, પોલીસે એક સામે જ FIR કરી, સ્થળ પણ બદલી નાખ્યું