Not Set/ કંપની જર્જરિત ઇમારતનો ભાગ તૂટી પડતા બે લોકોનું ઘટનાસ્થળે મોત

સાવલી વડોદરા રોડપરના ગોઠડા ગામથી વડોદરા તરફ જવાના રસ્તે દાદા કેમિકલ નામની વર્ષોથી બંધ પડેલી કંપનીના ખુલ્લા મેદાનમાં ઢોરો ચરાવવા આવેલા શ્રમજીવી માણસ કંપનીની જર્જરિત ઇમારતના છાંયડામાં બેઢેલા ત્રણ લોકો પર ઇમારતનો ભાગ તૂટી પડતા બે નું ઘટનાસ્થળે મોત નિપજીયું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતા 108 દ્વારા સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો.   પ્રાપ્ત થયેલ માહિતી […]

Gujarat

સાવલી વડોદરા રોડપરના ગોઠડા ગામથી વડોદરા તરફ જવાના રસ્તે દાદા કેમિકલ નામની વર્ષોથી બંધ પડેલી કંપનીના ખુલ્લા મેદાનમાં ઢોરો ચરાવવા આવેલા શ્રમજીવી માણસ કંપનીની જર્જરિત ઇમારતના છાંયડામાં બેઢેલા ત્રણ લોકો પર ઇમારતનો ભાગ તૂટી પડતા બે નું ઘટનાસ્થળે મોત નિપજીયું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતા 108 દ્વારા સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, વર્ષો પહેલા દાદા કેમિકલના નામે ચાલતી આ કંપનીમાં પ્રદૂષણ ઓકતી કંપની તંત્ર દ્વારા લોક ફરિયાદના કારણે બંધ કરાઈ હતી. ત્યારથી નિર્જન અવસ્થામાં પડેલી આ કંપનીના ખુલ્લા ગ્રાઉન્ડમાં આજુબાજુના પશુપાલકો પોતાના પશુઓ લઈ ચરાવવા આવતા હતા.

આજે બપોરે રાબેતા મુજબ ચાર ઈસમો પોતાના ઢોર લઇને કંપનીના ગ્રાઉન્ડમાં ઢોર ચરાવા આવેલા તે સમયે તડકો હોવાથી ત્રણ યુવકો કંપનીની જર્જરીત ઈમારતના છાંયડામાં બેઠેલા હતા અને ચોથો યુવક થોડે દૂર પાણી લેવા ગયેલ તેવામાં ઈમારતનો જર્જરિત ભાગ તૂટી પડતાં નીચે બેઠેલા ત્રણ ઈસમો પર પડતા દબાઈ ગયા હતા

જ્યારે ચોથા બનાવ જોતા બૂમો મારી અન્ય રાહદારી અને ગ્રામજનોને બોલાવ્યા હતા અને ગંભીર ઘાયલને કાટમાળમાંથી બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો અને જેસીબી મશીન દ્વારા અન્ય કાટમાળ ખસેડાતા 2 શ્રમજીવીને બહાર કરાયા હતા. જેમાં શુનિલ સોમાભાઈ પઢિયાર અને હિતેશ ભગાભાઈ પઢિયાર રહેવાસી ગોઠડાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને જયરાજ રાવજીભાઈ પરમારને ગંભીર ઇજા થતા વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો. મૃત્યુ  પામેલ બંનેને સાવલીના સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત અંગે સાવલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ હતો અને તપાસ હાથ ધરી હતી