@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
પાટડી ખાતે વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્ણીન્દ્રધામ સ્વામિનારાયણ મંદિરના દર્શન ભાવિકો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. સાથે પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં 3000 રોપાઓના વાવેતરનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.

અકાળે મોત: જુગારનાં અંડ્ડા પર પોલીસે મારી રેડ, અંધારામાં ભાગતો એક યુવાન કૂવામાં પડી જતા મોત
સ્વામિનારાયણ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા
પાટડી ખાતે વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્ણીન્દ્રધામ સ્વામિનારાયણ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા હતા. સરકારની સુચના મુજબ પાટડી વર્ણીન્દ્ર ધામ મંદિર તથા પ્રદર્શન ખુલ્લું મુકાયું હતુ. આ અંગે મંદિરના શ્રી સર્વ મંગલ દાસજી સ્વામીના જણાવ્યા અનુસાર, સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવુ, ડિસ્ટન્સ રાખવું વગેરે નિયમોનુ સ્વયંભૂ રીતે પોતે જ પાલન કરી પોતાનું અને અન્યનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ પ્રમાણે દર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અને 13 તારીખને રવિવારના રોજથી સહુ કોઈ શ્રદ્ધાવાન ભાવિકો દર્શનનો તેમજ ભોજન પ્રસાદનો લાભ લઇ શકે છે એવી જાણકારી આપવામાં આવી હતી.

અમદાવાદ: CM અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે, 2022 વિધાનસભાની ચૂંટણી અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા
ભગવાનને સંતોએ ચંદન ઘસીને ચંદનનાં વસ્ત્રો ધારણ કરાવી વિશેષ પૂજા કરી
ઉનાળાની ગરમી અને જેઠ માસના પ્રારંભે ગંગા દશહરાના પવિત્ર દિવસે શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનને સંતોએ ચંદન ઘસીને ચંદનનાં વસ્ત્રો ધારણ કરાવી વિશેષ પૂજા કરી હતી. તારીખ 13ને રવિવારના રોજથી નિત્ય સવારે 5-25 કલાકે મંગળા આરતી, 108 જળના ઔષધિઓ યુક્ત કળશનું પૂજન બાદ પંચામૃતથી ભગવાનને અભિષેક સંતો દ્વારા કરવામાં આવશે. જ્યારે 7-45 કલાકે શણગાર આરતી, 10-30 રાજભોગ થાળ, 11-10 કલાકે રાજભોગ આરતી 12-15 કલાકે ઠાકોરજી વિશ્રામ કરશે. 3:30 વાગે ઠાકોરજી જાગશે, 06:15 મિનિટે હાથી સાથે રથયાત્રા નીકળશે. 7-00 વાગે અતિ રમણીય દર્શનીય સંધ્યા આરતીનો લાભ મળશે. અને 8-30 કલાકે ભગવાન શયન કરશે.

મધ્યમ વર્ગની મુશ્કેલીને વાચા: સરકાર શાળાના બાળકોને શિક્ષણ ફી,પાઠય પુસ્તકો,ઓનલાઇન શિક્ષણમાં મોબાઈલ નિઃશુલ્ક આપે : અરજણ ભુડિયા,ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ
આ અંગે શ્રી વર્ણીન્દ્રધામના પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર ખાર ભૂમિને ભાવતા વૃક્ષો દાડમ, ગુંદા, બદામ, વાસ, આમળા, આંબલી અને લીમડા વગેરેના 3000 હજાર ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેનો પ્રારંભ આજે વર્ણીન્દ્રધામના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે શ્રી આનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો.

