અરવલ્લીના ભિલોડાના નવા ભવનાથના બે ખેડૂત ભાઇઓને ખેતરમાં કરંટ લાગ્યો. વીજ કરંટ લાગતા નાના ભાઇનું ખેતરમાં મોત નીપજ્યુ.

મળતી વિગતો મુજબ, નવા ભવનાથના બે ખેડૂત ભાઈઓ કેતનભાઈ અને દેવજીભાઈ નારસોલી કંપા ખેતરમાં પાણી વાળવા ગયા હતા. જ્યાં નાના ભાઈ દેવજીભાઈને વીજ કરંટ લગતા, મોટાભાઈ કેતનભાઈ એમને બચાવવા જતા, એમને પણ વીજ કરંટ લાગ્યો હતો.

જોકે, વીજ કરંટની ઝપટમાં આવી જતા દેવજીભાઈનું મોત નીપજ્યું હતું, જયારે કેતનભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી એમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
