Rajkot News/ રાજકોટમાં જેતપુરના રેસ્ટોરન્ટમાં ઢોંસામાંથી જીવાત નીકળી

રાજકોટમાં ભોજનમાંથી જીવાત નીકળતા હોહા મચી ગઈ છે. હોટલમાં ઢોંસા ખાવા ગયેલી વ્યક્તિને ભોજનમાં જીવાત નીકળતા ટેસ્ટના બદલે જાણે વેસ્ટ આરોગવો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના જેતપુર રેસ્ટોરન્ટમાં ગ્રાહકને બહાર જમવા જતાં કડવો અનુભવ થયો છે. ગ્રાહક બહાર રજવાડી પાઉંભાજી અને અને ઢોંસા સેન્ટરમાં જમવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ગ્રાહકે મંગાવેલા ઢોંસામાંથી જીવાત નીકળતા હંગામો મચી ગયો હતો. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. તેના કારણે ઘટનાને લઈને ખાદ્ય સુરક્ષા અંગે ફરી પાછા સવાલો સર્જાયા છે.

હમણા તાજેતરમાં જ સુરતમાં 1,400 કિલોગ્રામ જેટલો બનાવટી પનીરનો જથ્થો પકડાયો હતો. આના પરથી ખાદ્ય સુરક્ષાને લઈને આપણે કેટલી નિષ્કાળજી સેવીએ છીએ તેનો પુરાવો મળ્યો હતો. આજે પરિસ્થિતિ એવી હોય છે કે કોઈ બહારનું કંઈ જમવા જાય તો તેણે માનસિક તૈયારી રાખવી જ પડે છે કે જમવામાંથી કંઇંકને કંઇક નીકળે. પહેલાં જૂજ અને જવલ્લે જ બનતી આ પ્રકારની ઘટના હવે રોજિંદી થવા માંડી છે.

એક સમયે આ વાત ગ્રાહક અને રેસ્ટોરા પૂરતી મર્યાદિત રહેતી હતી. હવે તે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી છે. તેના કારણે હોટેલો અને રેસ્ટોરાઓની પ્રતિષ્ઠા પર પણ થોડા સમય માટે અસર થાય છે. પણ તરત જ સમય વીતવાની સાથે પાછુ બધુ હતુ તેમ ચાલવા માંડે છે. આ એક શાંત પાણીમાં પથરો ફેંકીએ ત્યારે થોડા સમય માટે વમળો સર્જાય છે. પણ તેના પછી આ વમળો બેસી જાય છે એમ તેમણે જણાવ્યું હતું.

આ બાબતને લઈને તંત્રને ફરિયાદ કરવામાં આવે તો સ્થાનિક પુરવઠા ખાતુ આ એકમને થોડા સમય માટે સીલ મારી દે છે અને તેને દંડ ફટકારે છે. હવે તે એકમ દંડ ભરી દે તેના થોડા સમય પછી તે જ યુનિટ ચાલુ થઈ જાય છે. આના માટે હવે કયા પ્રકારનો વ્યવહાર થાયછે તે કોઈપણ સમજી શકે તેમ છે. પણ તેમા બીજાની તકલીફો વધી જાય છે. ધંધો કરનારાઓને પણ નિયમો ચાતરવામાં ફાવટ આવી ગઈ હોય છે. ઘણી વખત તેમા તેને તંત્રના અમુક ફૂટેલા કે લાંચિયા અધિકારીનો સાથ પણ મળી રહે છે.


આ પણ વાંચો: ગાંધીનગરની રેસ્ટોરામાં ભોજનમાંથી અખાદ્ય પદાર્થ મળી આવ્યો

આ પણ વાંચો: વડોદરામાં હોટેલમાં દહીવડામાં કીડા મળી આવ્યાં

આ પણ વાંચો: બહારનું ખાવાના શોખીનો ચેતી જજો, ભોજનમાંથી નીકળ્યો વંદો