Surat News: સુરતના એટીએમ મશીનમાંથી ડેટા ચોરી કરનાર ઝડપાયો છે. આરોપી એટીએમ મશીનમાં સ્વાઇપ મશીન મૂકી ડેટા ચોરી કરતો હતો. પોલીસે આરોપી મુનફેદ ઉર્ફે પુન્નીની હરિયાણાથી ધરપકડ કરી હતી. આરોપી પોલીસથી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હતો. આરોપી ડેટા ચોરી કરીને ડુપ્લિકેટ કાર્ડથી રૂપિયા ઉપાડતો હતો. સચિન જીઆઇડીસી પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
આ ગુનેગારની ધરપકડ સાથે સુરત પોલીસે ગુનેગારોને સંદેશો પાઠવી દીધો છે કે ગમે તેવો ગુનેગાર આખા દેશમાં ગમે ત્યાં હશે પોલીસની નજરથી છૂપાઈ નહીં શકે. પોલીસ તેને ગમે ત્યાંથી પકડી લઈને કાયદાના હવાલે કરશે, જેલના સળિયા પાછળ ધકેલી દેશે. પછી ભલેને ગુનેગાર દુનિયાના ગમે તે પડમાં છૂપાઈ જાય.
આરોપી છ વર્ષથી ભાગતો હતો છતાં પણ પોલીસે તેનો પીછો છોડ્યો ન હતો, તે બાબત પોલીસની ગુનાને ઉકેલવા માટેની ધીરજનો પુરાવો બતાવે છે. તેની સાથે ગુનેગારો માટે પણ ચેતવણી છે કે તેઓ ગુનો થયા પછી એમ માનતા હોય કે વર્ષો વીતે એટલે તેમનો ગુનો વિસરાઈ જશે અને તેઓ પછી પરત ફરી શકશે તો તેવું નહીં બને. ગુનો હંમેશા ગુનો રહેશે અને વર્ષોના વર્ષ પછી પણ ગુનેગાર હંમેશા ગુનેગાર જ રહેશે. તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
આ પણ વાંચો: Suratમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ, લંડન કનેકશન નીકળ્યું
આ પણ વાંચો: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા
