Gujarat election 2022માં ભાજપ સામે ગયા વખતની સૌરાષ્ટ્રમાં નારાજગી દૂર થઈ ગઈ લાગે છે. ગયા વખતે ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છમાં 23 બેઠક મળી હતી, તેની સામે આ વખતે ભાજપે જારી રાખેલા અવિરત પ્રયાસોના લીધે 37 બેઠક પર તે આગળ છે એટલે કે ગયા વખત કરતા 14 બેઠક વધી ગઈ છે. તેની સામે કોંગ્રેસ 16 બેઠક પર જ આગળ છે. એટલે કે કોંગ્રેસને સીધું 14 બેઠકનું નુકસાન થયું છે. આશ્ચર્યની વાત એ છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગયા વખત કરતાં ઓછું મતદાન થયુ હોવા છતાં પણ ભાજપનો ઘોડો વિનમાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે. બેલેટ પેપરની મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા પરંતુ બાદમાં પાછળ થઈ ગયા હતા પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે. દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ભાવનગરમાં જીતુ વાઘાણી, પોરબંદરમાં અર્જુ મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, રીબાવા અને ભાવનગરમાં પુરુષોત્તમ આગળ ચાલી રહ્યા છે. જ્યારે જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા પાછળ ચાલી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર 3.16 ટકા મતદાન ઘટ્યું
વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકો અને કચ્છની 6 બેઠક પર 61.55 ટકા મતદાન નોંધાયું છે. ગત 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છનું સરેરાશ મતદાન 64.71 ટકા હતું. આમ આ વખતે 3.16 ટકા મતદાન ઘટ્યું છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાંથી 9 જિલ્લામાં મતદાન ઘટ્યું છે. જ્યારે એક માત્ર દ્વારકા જિલ્લાની દ્વારકા અને ખંભાળિયા બન્ને બેઠકો ઉપર મતદાન વધ્યું છે.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠકમાં અને ભાવનગરની ગારિયાધાર બેઠકમાં મતદાન વધ્યું છે. ગત ચૂંટણીમાં ગારિયાધાર બેઠકમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન હતું. આમ 48 માંથી માત્ર 4 બેઠકમાં મતદાન વધ્યું છે. જ્યારે 44 બેઠકોમાં મતદાન ઘટ્યું છે. આ વખતે 48 બેઠકોમાં સૌથી ઉંચુ મતદાન વાંકાનેર બેઠકમાં 71.90 ટકા થયું છે. ગત ચૂંટણીમાં ગીર સોમનાથ બેઠક ઉપર સૌથી ઉંચું 75.27 ટકા મતદાન હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ગઢડા બેઠકમાં 51.04 ટકા થયું છે.
આ પણ વાંચો
