Gujarat Weather:ગુજરાતમાં શિયાળાની તીવ્રતા વધી ગઈ છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના ઠંડા પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ તીવ્ર બન્યો છે. હવામાન વિભાગ (IMD)ના તાજા આંકડા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. આ તાપમાન સામાન્ય કરતાં લગભગ 5-6 ડિગ્રી નીચું છે, જેના કારણે સ્થાનિક લોકોને હાડ થીજવતી ઠંડી (Cold Wave)નો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના અન્ય મુખ્ય સ્થળો પર નોંધાયેલા લઘુત્તમ તાપમાન આ પ્રમાણે છે
મુખ્ય સ્થળો |
તાપમાન |
મુખ્ય સ્થળો |
તાપમાન |
| કંડલા એરપોર્ટ | 7.9°C | ગાંધીનગર | 10.5°C |
| કેશોદ | 7.4°C | અમદાવાદ | 11.5°C |
| રાજકો | 8.4°C | સુરેન્દ્રનગર | 11°C |
| પોરબંદર | 8.9°C | વડોદરા | 10°C |
| નલિયા | 9.6°C | સુરત | 13.2°C |
| મહુવા | 9.5°C | દમણ | 13.4°C |
| ડીસા | 9.3°C | ભુજ | 12.4°C |
| ભાવનગર | 10.6°C |
ગુજરાતમાં ઠંડી (Cold Wave)માં થયો વધારો
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ઠંડી વધુ તીવ્ર છે, જ્યાં પહાડી વિસ્તારોમાં બરફ જેવી ઠંડી (Cold Wave) અને મેદાની વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. આ વખતે અમરેલીએ નલિયાને પણ પાછળ છોડી દીધું છે, જે સામાન્ય રીતે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ ગણાય છે.
દેશના ઉત્તર ભારત (North India)માં ઠંડી વધુ આકરી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીના આયાનગરમાં તાપમાન 2.9°C સુધી ગબડ્યું છે, જ્યારે પિલાની (રાજસ્થાન) દેશનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. IMDએ અહીં આગામી 2-3 દિવસ સુધી શીતલહેર અને ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે. 14 જાન્યુઆરી પછી કેટલાક વિસ્તારોમાં થોડી રાહત મળવાની શક્યતા છે, પરંતુ ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં આગામી 5 દિવસ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.

હવામાન નિષ્ણાતો અનુસાર, ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાત (Gujarat) માં ઠંડી (Cold Wave) લાવે છે. આ વખતે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) ના અભાવે હિમવર્ષા ઓછી થઈ છે, પરંતુ ઉત્તરીય પવનોની અસરથી ઠંડી વધી છે. પ્રશાંત મહાસાગરમાં અલ નિનોની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે, જેના કારણે અરબી સમુદ્ર તરફથી ગરમ-ભેજવાળા પવનો આવે છે અને લઘુત્તમ તાપમાન (Temperature)માં વધુ ઘટાડો અટક્યો છે.
IMDના તાજા અપડેટ અનુસાર, ગુજરાતમાં આગામી 2-3 દિવસ સુધી ઠંડી (Cold Wave) યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 1-2°Cનો વધારો થઈ શકે છે. રાજ્યમાં સૂકું હવામાન રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી. ઉત્તર ભારતમાં પણ શીતલહેરમાં ધીમે ધીમે રાહત મળશે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
