Vadodara News/ સંસ્કારી નગરીમાં નશાખોર યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, PCR વાન પર ચઢીને મચાવ્યો હંગામો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં ધૂત યુવતીએ રસ્તા પર હોબાળો મચાવ્યો અને પોલીસની PCR વાન (PCR van) પર ચઢી ડ્રામા કર્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
PCR van

Vadodara News:વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક યુવતીની નશામાં ધૂત હાલતમાં થયેલી ઘટનાએ આખા વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો હતો.સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં આવી ઘટના સામે આવતાં લોકોમાં આશ્ચર્ય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. નશાના આસર હેઠળ યુવતીએ રસ્તા પર હોબાળો મચાવ્યો અને પોલીસની PCR વાન (PCR van) પર ચઢીને ડ્રામા કર્યો, જેના કારણે પોલીસ પણ કેટલીકવાર લાચાર બની ગઈ હતી.

PCR van પર યુવતીનું અશોભનીય વર્તન

સૂત્રો અનુસાર, મકરપુરા વિસ્તારમાં યુવતી પ્રેમી સાથે ઝઘડો થતાં નશામાં ધૂત થઈ ગઈ હતી. નશાની હાલતમાં તેણે આસપાસના લોકોને ત્રાસ આપ્યો અને રસ્તા પર હંગામો મચાવ્યો. સ્થાનિક લોકો ત્રાસી જતાં તેમણે પોલીસ (Police) ને બોલાવી હતી. મકરપુરા પોલીસની PCR વાન (PCR van) ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ યુવતીએ તેના પર ચઢી જઈને ડ્રામા શરૂ કરી દીધો. તેણે પોલીસને અને આસપાસના લોકોને અશોભનીય ભાષામાં બોલાવ્યા અને હંગામો મચાવ્યો.

આ ઘટના દરમિયાન એક સાથે ત્રણ-ચાર PCR વાન (PCR van) ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યુવતીની હાલત જોતાં પોલીસ અધિકારીઓએ તેને સમજાવવાના પ્રયાસ કર્યા, પરંતુ નશાના આસર હેઠળ તે સાંભળતી ન હતી. આખરે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને યુવતીને કાબૂમાં લીધી.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, યુવતીના પરિજનો પણ તેના વર્તનથી ત્રાસી ગયા છે. પોલીસે પરિજનોને જાણ કરી છે અને તપાસ હાથ ધરી છે. આ ઘટના યુવતીના નશાના આદત અને તેના પરિણામો વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં 15 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મ

આ પણ વાંચો:વડોદરામાં ડમ્પરે વૃદ્ધ સાયકલ સવારને મારી ટક્કર, ઘટનાસ્થળે જ નીપજયું મોત

આ પણ વાંચો:વડોદરામાં સગીરાનું મોત, ખાનગી હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ