Vadodara News: વડોદરામા ખાનગી હોસ્પિટલની બેદરકારીથી સગીરાના મોતનો આરોપ મૂકવામાં આવ્યો છે. 16 વર્ષની સગીરા (Minor) ના ઓપેરશન પછી ગંભીર બેદરકારી(Neglience)નો આક્ષેપ છે. સગીરાનું વાઘોડિયા સ્થિત હર્ષલ હોસ્પિટલ (Harshal Hospital) માં પેટની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન જ કોટન (Cotton) રહી જતાં તેની તબિયત બગડ્યાનો ખુલાસો થયો હતો.
ખાનગી હોસ્પિટલ પર બેદરકારી (Neglience)નો આરોપ
સગીરા (Minor)ને દુખાવો થતા વડોદરા મકરપુરા હોસ્પિટલ (Makarpura Hospital)માં દાખલ કરવામાં આવી હતી. દુઃખાવાના કારણે સીટી સ્કેન (CT Scan) કરવામાં આવતા તેના શરીરમાંથી કોટન મળી આવ્યુ હતુ. ઇન્ફેકશન વધવાના કારણે તેમનું ઓપરેશન ફરી વાર કરાવવું પડ્યુ હતુ અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કુટુંબે બેદરકારીથી (Neglience)મોતનો ગુનો દાખલ કરવાની માંગ સાથે પોલીસમાં અરજી કરી હતી. કુટુંબની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોસ્ટમોર્ટમ પછી તપાસની દિશા નક્કી થશે
પોલીસે મૃતક સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારીથી (Neglience)મોતના કેસના ગુનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના પગલે મોતનું કારણ સ્પષ્ટ થઈ જશે. વડોદરા (Vadodara) માં હોસ્પિટલોની બેદરકારી (Neglience)જાણે હવે કોઈ નવી વાત જ રહી નથી. હજી માંડ મહિના પહેલા જ શહેરની ગોત્રી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની બોટલ ચડાવવામાં આવી હતી. સદનસીબે કુટુંબીજનોએ બોટલની ચકાસણી કરતા તે એક્સપાયર થઈ ગઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આના પગલે કુટુંબીજનો ભડકી ગયા હતા.
પરિવારનો આરોપ છે કે બોટલ ભર્યા પછી દર્દીની હાલત અચાનક બગડી ગઈ. તેમનું કહેવું છે કે એક્સપાયર થયેલી દવાએ દર્દીના જીવનને જોખમમાં મૂક્યું અને તેની સ્થિતિ વધુ ખરાબ કરી. ઘટનાની જાણ થતાં, દર્દીના પરિવારજનો હોસ્પિટલના વોર્ડમાં ગયા અને ડોકટરો અને સ્ટાફ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. તેમણે ગુસ્સામાં જાહેર કર્યું કે, “આવી બેદરકારીથી અમારા દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે; તે કડક સજાને પાત્ર છે.”
હોસ્પિટલે તપાસના આપ્યા આદેશ
ઘટનાની જાણ થતાં, હોસ્પિટલ વહીવટીતંત્રે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો. હોસ્પિટલના ડીન અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં અગાઉ પણ આવી જ ઘટનાઓ બની છે, જેનાથી વહીવટી તંત્ર પર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલોમાં દવાઓની ગુણવત્તા અને સ્ટોક મેનેજમેન્ટ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
જ્યારે પરિવાર મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લેવા પહોંચ્યો, ત્યારે તે પોસ્ટમોર્ટમ રૂમમાંથી ગાયબ હતો. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જ્યારે પરિવારે આ મામલાની તપાસ શરૂ કરી, ત્યારે તેમને ખબર પડી કે SSG હોસ્પિટલના પીએમ રૂમના સ્ટાફે મૃતદેહ બીજા પરિવારને આપી દીધો હતો. જ્યારે ખબર પડી કે બીજા પરિવારે પણ અંતિમ સંસ્કાર કર્યા હતા, ત્યારે પરિવાર ગુસ્સે થઈ ગયો.

આ ઘટનાને યાદ કરતાં, ગોરવાના 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુખાવો થવાને કારણે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં ગઈકાલે સાંજે 4:30 વાગ્યે તેમને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના અન્ય સંબંધીઓ દૂર હોવાથી, સવારે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો. જોકે, જ્યારે પરિવાર મૃતદેહ લેવા પહોંચ્યો, ત્યારે તેઓ એક રસીદ જોઈને ચોંકી ગયા કે મૃતદેહ કોઈ અન્ય વ્યક્તિનો છે. પરિવારે સમગ્ર ઘટનામાં હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
વડોદરા (Vadodra) ના સોમા તળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ (Hospital) માં થયેલી કથિત બેદરકારી(Neglience)ના કારણે એક માતા અને તેના નવજાત બાળક (Child) ના મોતનો ગંભીર આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે, અને તેઓએ હોસ્પિટલના ડૉ. દલપત અને સંજીવની હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે આ મામલે ન્યાયની માંગણી સાથે વડોદરાના પોલીસ કમિશનર ભવન ખાતે રજૂઆત કરી છે. આ ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી પૂર્વે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સોનોગ્રાફી દરમિયાન ખોટી માહિતી આપવામાં આવી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.
આ ખોટી માહિતીને કારણે ડિલિવરી દરમિયાન જટિલતાઓ સર્જાઈ, જેના પરિણામે નવજાત બાળકનું મોત થયું. આ ઉપરાંત, માતાની તબિયત પણ ઝડપથી બગડતાં તેનું પણ મોત નીપજ્યું. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારી અને ડૉ. દલપતની લાપરવાહીના કારણે આ દુઃખદ ઘટના બની.
આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.તેઓએ હોસ્પિટલના સંચાલકો અને ડૉ. દલપત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે હોસ્પિટલને સીલ કરવાની અને ડૉ. દલપતનું લાઇસન્સ રદ કરવાની માંગણી કરી છે. તેઓએ આ મામલે ન્યાય મેળવવા માટે વડોદરા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો: વડોદરાની સંજીવની હોસ્પિટલની બેદરકારીથી માતા-પુત્રના મોતના આક્ષેપ, પરિવારજનોમાં આક્રોશ
આ પણ વાંચો: વડોદરાઃ SSG હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત…
આ પણ વાંચો: વડોદરા સયાજી હોસ્પિટલમાં ચકચાર: સિનિયર તબીબ પર દુષ્કર્મનો આરોપ
