VADODRA NEWS/ વડોદરાની સંજીવની હોસ્પિટલની બેદરકારીથી માતા-પુત્રના મોતના આક્ષેપ, પરિવારજનોમાં આક્રોશ

પરિવારે આ મામલે ન્યાયની માંગણી સાથે વડોદરાના પોલીસ કમિશનર ભવન ખાતે રજૂઆત કરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodra News:વડોદરા (Vadodra) ના સોમા તળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ (Hospitel) માં થયેલી કથિત બેદરકારીના કારણે એક માતા અને તેના નવજાત બાળક (Child) ના મોતનો ગંભીર આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે, અને તેઓએ હોસ્પિટલના ડૉ. દલપત અને સંજીવની હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે આ મામલે ન્યાયની માંગણી સાથે વડોદરાના પોલીસ કમિશનર ભવન ખાતે રજૂઆત કરી છે.

આ ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી પૂર્વે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સોનોગ્રાફી દરમિયાન ખોટી માહિતી આપવામાં આવી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.

આ ખોટી માહિતીને કારણે ડિલિવરી દરમિયાન જટિલતાઓ સર્જાઈ, જેના પરિણામે નવજાત બાળકનું મોત થયું. આ ઉપરાંત, માતાની તબિયત પણ ઝડપથી બગડતાં તેનું પણ મોત નીપજ્યું. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારી અને ડૉ. દલપતની લાપરવાહીના કારણે આ દુઃખદ ઘટના બની.

આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.તેઓએ હોસ્પિટલના સંચાલકો અને ડૉ. દલપત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે હોસ્પિટલને સીલ કરવાની અને ડૉ. દલપતનું લાઇસન્સ રદ કરવાની માંગણી કરી છે. તેઓએ આ મામલે ન્યાય મેળવવા માટે વડોદરા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં સ્કૂલ બસ દુર્ઘટના ટળી, ડ્રાઈવરની સમયસૂચકતાએ 15 વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો

આ પણ વાંચો:વડોદરાના મેયર સ્ટેજ પર સ્થાન ન મળતા નારાજ, રેલવે મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવાયો

આ પણ વાંચો:વડોદરાના સીમાડેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનો મામલો, ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં