Vadodara News/ વડોદરાના સીમાડેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનો મામલો, ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં

વાહન ચાલકોને પડતી અગવડતાને લઇને રજૂઆત કરવામાં આવી હતી

Gujarat Vadodara

Vadodara News : વડોદરાના સીમાડેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. હાઈવે પર થતા ટ્રાફિક જામને લઈને સાંસદે રજૂઆત કરી છે.5 દિવસથી થતા ટ્રાફિકને લઈ ડો. હેમાંગ જોષી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી સાથે સાંસદે મુલાકાત કરી હતી.

જેમાં ડો. હેમાંગ જોષીએ નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. સાંસદે હાઈવે ખાતે આવેલ સાંકડા પુલો અંગે તેમને માહિતી આપી હતી. સાંસદની રજૂઆત બાદ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.મંત્રીએ રોડ રસ્તા રિપેર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. જેમાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓને નોટીસ આપવામાં આવી હતી.

સાંકડા પુલ પર પડેલા ખાડાઓને કારણે ટ્રાફિક જામ સર્જાય છે.આ અંગે વાહન ચાલકોને પડતી અગવડતાને લઇને રજૂઆત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન

આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ