હળવદ માળીયા રોડ ઉપર લુંટારુ ગેંગનો આંતક વધતો જોવા મળી રહ્યો છે. ગંગોત્રી ઓઇલ મિલના માલિક અને મજૂરોને માર મારી રોકડ દાગીના લૂંટી ગયા હતા. સાથે જ 6થી8 કારખાનામાં પણ લૂંટ કરી હતી. જેને લઈને લૂંટનો આંકડો મોટો હોવાથી ઉધોગકારો અને વેપારીઓમાં ધગધગતો આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે પોલીસ સખત કાર્યવાહી ન કરે તો વેપારીઓએ હળવદ બંધનો લલકાર કર્યો છે.
હળવદ માળીયા હાઇવે ઉપર આવેલી ઇન્સ્ટ્રીઝ વિસ્તારને ગતરાત્રે નિશાન બનાવીને ચડી બનીયાનઘારી ગેંગે આંતક મચાવ્યો હતો.જેમાં એક ગંગોત્રી ઓઇલ મિલના માલિક અને મજૂરોને માર મારી રોકડ દાગીના લૂંટી ગયા હતા. જો કે આ લૂંટારું ટોળીએ આ વિસ્તારમાં આવેલ છથી આઠ કારખાનામાં લૂંટ મચાવી હોવાનો અંદાજ છે. લૂંટનો આંકડો બહુ જ મોટો હોય અને અવારનવાર લૂંટ બનાવો બનતા ઉધોગકારો અને વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ અંગે પોલીસ સખત કાર્યવાહી ન કરે તો વેપારીઓએ હળવદ બંધનો લલકાર કર્યો છે.
લૂંટની સનસ્નીખેજના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રે હળવદ માળીયા હાઇવે ઉપર ચડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને આ ટોળકી આ વિસ્તારમાં આવેલા કારખાનાઓને ધમરોલી નાખ્યા હતા.હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ સાતથી આઠ જેટલા કારખાનામાં આ ટોળકીએ લૂંટ મચાવી હોવાનો અંદાજ છે. જેમાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ગંગોત્રી ઓઇલ મિલમાં આ ટોળકી ત્રાટકી ત્યારે માલિક અને મજૂરોએ તેનો પ્રતિકાર કરતા લૂંટારુઓ તેમને માર મારીને દાગીના સહિત જે કાંઈ હાથ લાગ્યું તેની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની આજે સવારે કારખાનામાં આવેલા ઉધોગકારો અને વેપારીઓને જાણ થતાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
વેપારીઓના જણાવ્યા મુજબ હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના પેકેજીગ, ગંગોત્રી ઓઇલ મિલ સહિતના સાતથી વધુ કારખામાં લૂંટારુઓ જે કાંઈ હાથ લાગ્યું તેની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.હાલ તો હજુ વેપારીઓ પોતાના કારખાને આવીને તપાસ કરી રહ્યા છે કે તેમના કારખાનામાં કેટલી મતાની લૂંટ થઈ છે તે અંગે તપાસ કર્યા બાદ જ સાચો આંકડો બહાર આવશે. ચડી બનીયાન ઘારી ટોળકી લૂંટ ચાલવાની સાથે માર મારતી હોવાથી વેપારીઓ અને મજૂરો ભયભીત બની ગયા છે. ખાસ કરીને આ જાહેર રોડ હોવા છતાં પોલીસના સઘન પેટ્રોલીંગના દાવા ફરી એકવાર પોકળ ઠરતા વેપારીઓ રોષે ભરાયા છે.
વેપારી મહામંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ લૂંટારુઓ આ ઔદ્યોગિક વિસ્તારમાં ત્રાટકયા હતા. છતાં પોલીસે એની ગંભીર નોંધ લીધી નથી.પરિણામે આજે લૂંટારુઓએ મોટું ખાતર પાડયું છે. ગતરાત્રે અનેક કારખાનાને નિશાન બનાવ્યા છે. જેમાં વેપારીઓ અને પોલીસની તપાસ બાદ જ કેટલા કારખાનામાં કેટલી લૂંટ થઈ તેનો સાચો આંકડો બહાર આવશે.પણ લૂંટારુઓ વારંવાર ત્રાટકતા હોય વેપારીઓ અસલામત બની ગયા છે અને હજુ પણ જો પોલીસ કડક કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમાં હળવદ બંધની ચીમકી આપી છે.
આ પણ વાંચો:પીએમ નરેન્દ્ર મોદીએ શિમલામાં રોડ શોમાં દરમિયાન અચાનક ગાડી રોકી
આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ કેન્દ્ર પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- 2024માં ભાજપની નો એન્ટ્રી
આ પણ વાંચો:વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષિકા પર કર્યું ફાયરીંગ

