Surat News/ સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા

મૃતકના પરિવારમાં પત્ની, એક પુત્ર અને પુત્રી છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત(Surat)માં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં સતત 42 કલાક ચાલતી અવિરત આગમાં મૃતક મહેન્દ્રભાઈને લોકો ભૂલ્યા છે. કાપડ ઉદ્યોગની સંસ્થા ફોસ્ટા, ફોગવા પણ મૃતકને ભૂલી હોવાનું જાણવા મળ્યું છે.

શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મેયર, કોર્પોરેટર, MLA અને મંત્રી પણ મૃતક મહેન્દ્રભાઈને ભૂલ્યા છે. હજુ 10 દિવસ પહેલા જ માર્કેટમાં નોકરીએ લાગ્યા હતા. મૃતક મહેન્દ્રભાઈ 10 દિવસથી નિયમિત કામ પર જતા હતા. આગ લાગતા મહેન્દ્રભાઈએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધુમાડો વધારે હોવાથી ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. સવારે નોકરીએ ગયેલા મહેન્દ્રભાઈ શબવાહિનીમાં પરત ફર્યા છે. પત્નીએ મહેન્દ્રભાઈના પેન્ટ પરથી મૃતદેહને ઓળખ્યો હતો. મૃતકના પરિવારમાં પત્ની, એક પુત્ર અને પુત્રી છે. આર્થિક આધારસ્તંભ ગુમાવતા પરિવાર નોંધારો થઈ ગયો છે.

જેમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના કારણે લોકોમાં નુકસાનનો ડર જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભોંયરામાં લાગેલી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ વધુ પ્રસરી જતાં મેજર કોલ જારી કરવામાં આવ્યો હતો. ધુમાડાના અને ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ફાયર સિસ્ટમ (Fire System) હોવા છતાં કામ ન થતાં અનેક સવાલો ઉભા થયા હતા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ

આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી