Surat News: સુરતના (Surat) રીંગરોડ વિસ્તારમાં આવેલ કાપડ માર્કેટમાં (Cloth market) આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના કારણે અરાજકતા જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ભોંયરામાં લાગેલી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ છે. આગ વધુ પ્રસરી જતાં મેજર કોલ જારી કરવામાં આવ્યો છે. ફાયર વિભાગે અલગ-અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે. ધુમાડાના અને ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં ફાયર સીસ્ટમ હોવા છતાં કામ ન થતા અનેક સવાલો ઉભા થયા છે. કાપડમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. ત્યારે ગઈકાલે પણ કાપડ માર્કેટમાં આગ લાગી હતી. આગ ભોંયરામાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે સતત પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર પ્રાથમિક રીતે એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગી તે સમયે ભોંયરામાં 50 થી વધુ લોકો હાજર હતા. આગ લાગતાં જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢ્યા હતા. આગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કેટલાક લોકો ધુમાડાને કારણે ગૂંગળામણનો ભોગ બન્યા છે. આગ હવે કાબુમાં આવી ગઈ છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ માર્કેટમાં આટલી બધી આગ કેમ લાગી છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
