Surat News: સુરતના (Surat) રીંગરોડ પર આવેલ શિવશક્તિ (Shivshakti) ટેક્સટાઇલ માર્કેટ (Textile Market)માં લાગેલી આગ લાગ હજુ બેકાબૂ છે. 24 કલાક બાદ પણ આગ પર કાબૂમાં આવી નથી. સતત પાણીના મારા બાદ પણ આગ (Fire) યથાવત જોવા મળી છે. આગને લઇને કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. 35થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. માર્કેટમાં 850થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આગમાં વેપારીઓને 500 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું હોવાની સંભાવના જોવા મળી છે.

જેમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના કારણે લોકોમાં નુકસાનનો ડર જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભોંયરામાં લાગેલી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ વધુ પ્રસરી જતાં મેજર કોલ જારી કરવામાં આવ્યો હતો. ધુમાડાના અને ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ફાયર સિસ્ટમ (Fire System) હોવા છતાં કામ ન થતાં અનેક સવાલો ઉભા થયા હતા.

ફાયર વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર પ્રાથમિક રીતે એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગી તે સમયે ભોંયરામાં 50 થી વધુ લોકો હાજર હતા. આગ લાગતાં જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢ્યા હતા. આગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકો ધુમાડાને કારણે ગૂંગળામણનો ભોગ બન્યા હતા.

આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી
