Budget 2026 Predictions India: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા આગામી બજેટ પર આખા દેશની નજર છે. આર્થિક સર્વેમાં 2026-27 માટે GDP ગ્રોથ 6.8% થી 7.2% રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે બજેટમાં 5 મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ, ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળી શકે છે.
1. Income Taxમાં મોટી રાહત: 13 લાખ સુધીની આવક ટેક્સ-ફ્રી?
નવી ટેક્સ રેજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આવું થશે, તો પગારદાર લોકોની 13 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ-ફ્રી થઈ જશે. અત્યારે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા છે. CII એ પણ સૂચન આપ્યું છે કે લોકોના હાથમાં વધુ પૈસા રહે તે માટે ટેક્સમાં છૂટ આપવી જરૂરી છે.

2. PM Kisan સન્માન નિધિ: વાર્ષિક 9,000 રૂપિયા મળવાની આશા
ખેડૂતો માટે પીએમ-કિસાન યોજનાની રકમમાં 50% નો વધારો થઈ શકે છે. વાર્ષિક 6,000 રૂપિયાના બદલે હવે ખેડૂતોને 9,000 રૂપિયા મળી શકે છે. જો સરકાર આ રકમ વધારશે તો સરકારી તિજોરી પર વાર્ષિક અંદાજે 95 હજાર કરોડનો ખર્ચ થશે, જેનો સીધો લાભ 11 કરોડ ખેડૂત પરિવારોને મળશે.

3. Budget 2026: Railway: 300+ નવી ટ્રેનોની ભેટ
રેલવેમાં વેટિંગ લિસ્ટની સમસ્યા ખતમ કરવા માટે સરકાર 300 થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત કરી શકે છે. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં વેટિંગ લિસ્ટ સંપૂર્ણપણે નાબૂદ કરવાનું છે. આ માટે રેલવે બજેટમાં મોટું ફંડ ફાળવવામાં આવશે.
4. પીએમ સૂર્ય ઘર યોજના: સબસિડીમાં ₹20,000નો વધારો
સોલર પેનલ લગાવવા માંગતા પરિવારો માટે સારા સમાચાર છે. 2 KW સુધીની સોલર સિસ્ટમ પર સબસિડી 60 હજારથી વધારીને 80 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે. સરકારનું લક્ષ્ય 2027 સુધીમાં 1 કરોડ ઘરોને સોલર ગ્રીડ સાથે જોડવાનું છે. અત્યાર સુધીમાં 7.7 લાખથી વધુ ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ચૂક્યું છે.
5. આયુષ્માન ભારત: હવે 60 વર્ષથી વધુના વૃદ્ધોને પણ લાભ
આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારીને હવે 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. અત્યારે આ મર્યાદા 70 વર્ષની છે. આ ઉપરાંત ગંભીર બીમારીઓના ખર્ચને પહોંચી વળવા માટે વાર્ષિક 5 લાખની લિમિટમાં પણ વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો:સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, 4 નવા બિલ સાથે 16 બિલ રજૂ થઈ શકે છે
આ પણ વાંચો: ભારતનો GDP ગ્રોથ 7% થી વધુ રહેવાનો અંદાજ, બજેટ પહેલા અર્થતંત્રના સારા સમાચાર
