સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે બુધવારે સવારે રિલાયન્સ જિઓ માં મોટા રોકાણની ઘોષણા કરી છે. કંપની જિઓમાં 5.7 અબજ ડોલર ( 43,574 કરોડ) નું રોકાણ કરવા જઈ રહી છે. આ રીતે, ફેસબુક રિલાયન્સ જિઓનો 9.99 ટકા હિસ્સો ખરીદશે.
રિલાયન્સ જિઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે અમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં જિઓ પ્લેટફોર્મ લિમિટેડમાં ફેસબુકનાં 5.7 અબજ ડોલર ( 43,574 કરોડ રૂપિયા) નાં રોકાણની ઘોષણા કરીએ છીએ. ફેસબુક સાથે ભાગીદારી અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે રિલાયન્સે 2016 માં જિઓની શરૂઆત કરી હતી, ત્યારે અમે દરેક ભારતીયનું જીવનધોરણ સુધારવામાં અને ભારતને વિશ્વનાં અગ્રણી ડિજિટલ સમાજ તરીકે પ્રોત્સાહિત કરવાનાં સપનાથી પ્રેરિત હતા. તેથી રિલાયન્સનાં અમે બધા જ ભારતનાં ડિજિટલ પરિસ્થિતિનાં તંત્રને વિકાસ અને પરિવર્તન માટે અમારા ભાગીદાર તરીકે ફેસબુકનું સ્વાગત કરીએ છીએ.
Facebook to invest Rs 43,574 crores in Jio platforms for a 9.99% equity stake: Jio-Reliance Industries Limited statement
— ANI (@ANI) April 22, 2020
તેમણે કહ્યું કે, જિઓ અને ફેસબુક વચ્ચે તાલમેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઇન્ડિયા મિશન અને તેના ‘ઇઝ ઓફ લિવિંગ‘ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ‘ લક્ષ્યોને પૂરી કરશે. વળી, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોરોના વાયરસ સમાપ્ત થયા પછી, ટૂંક સમયમાં ભારતની અર્થવ્યવસ્થા સારી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
