Ajab Gajab News: હવામાં ઉડતી માછલી અર્થાત્ ફ્લાઈંગ ફિશ (Flying Fish) પંખીની જેમ લાંબો સમય હવામાં નથી ઉડતી, પરંતુ સામાન્ય માછલીની સરખામણીમાં તો ઘણા લાંબા સમય સુધી હવામાં રહી શકવા માટે સક્ષમ છે. વિશ્વમાં એક પ્રજાતિ ઉડતી માછલીની હયાતી ધરાવે છે જે આશરે 400 મીટર અંતર સુધી ઊડી શકે છે! આ ફ્લાઇંગ ફિશ પાણીની સપાટીથી 50 મીટરની ઊંચાઇ સુધી અને 30 કિમી પ્રતિકલાકની ઝડપે ઉડી શકે છે.
“મછલી જલ કી રાની હૈ…જીવન ઉસકા પાની હૈ…”
આ કવિતા નાનપણમાં સૌએ ગાઇ જ હશે! પરંતુ પાણીની રાણી ગણાતી માછલી શું હવામાં ઉડી શકે ખરી?
જો તમને આ વિશે જાણકારી નથી, તો ચાલો તમને જણાવી દઈએ કે, આ એક્ઝોકોએટીડે (Exocoetidae) કુળની આ ઉડતી માછલીઓ કેટલીક ખાસ પ્રજાતિઓમાં જોવા મળે છે. તેઓની આ અનોખી લાક્ષણિકતાને કારણે, આ માછલીઓ શિકારી (Hunter)થી આબાદ છટકવામાં નિષ્ણાત ગણાય છે.

બાર્બાડોસ: ઉડતી માછલીઓની ભૂમિ
આ માછલીનું સાયન્ટિફિક નામ છે એક્ઝોકોએટીડે…તે મુખ્યત્વે બાર્બાડોસના ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં વસવાટ કરતી જોવા મળે છે. આથી જ બાર્બાડોસ (Barbados)ને ઉડતી માછલીઓની ભૂમિ (Land Of Flying Fish) પણ કહે છે. પોતાની ઉડવાની આ અદ્ભૂત કળાના કારણે ફ્લાઈંગ ફિશ શિકારીઓને ચકમો આપવામાં ઉસ્તાદ છે!
ફ્લાઈંગ ફિશ (Flying Fish)ની 40 પ્રજાતિ શોધાઇ છે
દુનિયામાં અત્યાર સુધીમાં ફ્લાઈંગ ફિશની એવી 40 પ્રજાતિ મળી આવી છે જે ઊડી શકે છે. આ માછલીઓ અડધો ફૂટથી માંડીને બે ફૂટ સુધીની લંબાઇ ધરાવે છે. તેમાંથી કેટલીકને બે પાંખ હોય છે તો કેટલીકને ચાર પાંખ હોય છે.
આ માછલીઓનો આકાર એક સુવ્યવસ્થિત ‘ટોર્પિડો’ (Torpedo) જેવો હોય છે જે પાણીની નીચે એમને તીવ્ર ગતિ આપે છે અને સપાટી પરથી બહાર નીકળીને હવામાં છલાંગ લગાવે ત્યારે તેમના મોટા પાંખ જેવા ફિન્સ હવામાં ઊડાન ભરવામાં સહાયક બને છે. આ ફ્લાઇંગ ફિશ એકવાર હવામાં આવી જાય પછી તો લાંબા અંતર સુધી ગ્લાઈડ કરી શકે છે.

4 પાંખવાળી ‘ઉડતી માછલી’ 400 મીટર સુધી ઉડાન ભરી શકે
આ માછલીઓને 4 પાંખવાળી ‘ઉડતી માછલી’ તરીકે ઓળખવામાં આવે છે.સામાન્ય રીતે, લગભગ 50 મીટર સુધી એ ઉડાન ભરે છે પરંતુ, કેટલીક માછલીઓ 200 મીટરના અંતર સુધી કે તેથી પણ વધારે ઉડાન ભરતી જોવા મળી છે. આ પૈકીની કેટલીક પ્રજાતિઓમાં મોટા પેલ્વિક ફિન્સ પણ હોય છે, જે તેમને બે પાંખવાળા ગ્લાઈડર કરતાં પણ વધુ લગભગ 400 મીટર સુધી ઉડવામાં મદદ કરે છે.
ઉડતી માછલીની શારીરિક રચના જોઈએ તો, તેને મોં પાસે બે અને શરીરના મધ્ય ભાગે પાસે બે, એમ કુલ મળીને ચાર ફિન્સ જોવા મળે છે. તેની આ પાંખો તરતી વખતે પાણીમાં હલેસાંની ગરજ સારે છે અને હવામાં હોય ત્યારે એ એના વડે ઉડે છે. ઉડતી માછલીઓની આ પાંખો ઘણી મોટી અને સુદ્રઢ હોય છે.

શિકારીઓને છેતરવામાં ઉસ્તાદ
ફૂંકાતા પવનનો લાભ આ ઊડતી માછલીઓ બાખૂબી લેવામાં ઉસ્તાદ છે એ હવાની મદદથી પોતાની ઉડાનનો સમય વધારી શકે છે. શિકારીઓથી રક્ષણ માટે તેમણે અદ્ભૂત ગ્લાઈડિંગ ક્ષમતા પણ વિકસાવી છે. તેમનો શિકાર મુખ્યત્વે ટુના, સ્વોર્ડફિશ, મેકરેલ, માર્લિન તથા અન્ય મોટી માછલીઓ દ્વારા કરવામાં આવતો હોય છે પણ આ માછલીઓ તેમની ગ્લાઇડિંગ કળાથી જલદી હાથમાં આવતી નથી!
દુનિયામાં જળપ્રદૂષણ અને માછીમારી (Water Pollution and Fishing)ના વધી ગયેલા વ્યવસાયને કારણે બાર્બાડોસમાં આ ઊડતી માછલીઓ જોખમમાં મૂકાઈ ગઈ હતી, જેના કારણે ત્યાંના દરિયાકાંઠાની નજીક ઊડતી માછલીઓની સંખ્યા ઘટી ગઇ હતી.
ઉડતી માછલી તેની પૂંછડીને પ્રતિ સેકન્ડ 70 વખત હલાવે છે!
જળચર સજીવો પર રિસર્ચ કરનારા નિષ્ણાતોના મતે, પાણીથી ઉપર તરફ રન કરવા માટે, ઉડતી માછલી તેની પૂંછડીને પ્રતિ સેકન્ડ 70 વખત હલાવે છે અને પાણીમાંથી જેવી બહાર આવે કે પછી તરત આ માછલી તેના પેક્ટોરલ ફિન્સ ફેલાવે છે. ત્યારબાદ તરત જ તેમને સહેજ ઉપરની તરફ વાળી દે છે, જેથી તેને હવામાં ઉપર ગ્લાઇડ (Gliding) કરવા માટે લિફ્ટ મળી શકે. ઉડાન પૂર્ણ થયે તે સમુદ્ર (Sea) તરફ ફરીથી પાણીમાં આવવા માટે તેની પાંખો (Fins)ને ફોલ્ડ કરી દે છે.

વિયેતનામ, જાપાન, તાઇવાન અને ચીનના લોકોનો આહાર છે
પૃથ્વી પરના સૌથી મોટા શિકારી મનુષ્યોથી રક્ષણ માટે આ કળા કમનસીબે પૂરતી નથી! ઊડતી માછલીનો શિકાર કરીને વિયેતનામ, જાપાન, અને ચીન (Vietnam, Japan, and China) જેવા એશિયાઇ દેશોમાં તેમજ કેરેબિયન ટાપુઓમાં સપ્લાય કરવામાં આવે છે! આ દેશોમાં આહાર તરીકે એનો ઉપયોગ થાય છે. વળી, જાપાનમાં આ માછલીનો ઉપયોગ ‘સુશી’ (Sushi) નામની વાનગી બનાવવા માટે કરવામાં આવે છે.આ ઉપરાંત, આ ઉડતી માછલીઓ તાઇવાનના રહેવાસી ‘તાઓ’ (Tao) લોકોનો પણ મુખ્ય આહાર છે.
આ પણ વાંચો: નવા વર્ષની ઉજવણીનો ઈતિહાસ 5 હજાર વર્ષ પ્રાચીન…દુનિયાભરમાં ઉજવણીની અજબ પરંપરા…
આ પણ વાંચો: હળાહળ કળિયુગ….પિતાએ સાવકી દીકરી સાથે કર્યા લગ્ન!! અન્ય કિસ્સામાં બહેન ભાઈ સાથે ફરાર…!!
આ પણ વાંચો:
