Not Set/ વિધાનસભા અધ્યક્ષ ત્રિવેદીને All India વિધાનમંડળની સ્થાયી સમિતિમાં મળ્યું સ્થાન

ગાંધીનગર: અખિલ ભારતીય (All India) વિધાનમંડળોની પરિષદમાં સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષા અને અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદના ચેરપર્સન સુમિત્રા મહાજને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિતિમાં […]

Top Stories Ahmedabad Gujarat Vadodara Trending Politics
Legislature Chairman Trivedi get Designation of Standing Committee of All India Legislative Assembly

ગાંધીનગર: અખિલ ભારતીય (All India) વિધાનમંડળોની પરિષદમાં સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી છે.

લોકસભાના અધ્યક્ષા અને અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદના ચેરપર્સન સુમિત્રા મહાજને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિતિમાં લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના ઉપસભાપતિ, લોકસભાના ઉપાધ્યક્ષ અને અન્ય વિધાનમંડળોના સાત સભ્યો સહિત કુલ ૧૦ સભ્યો હોય છે. આ સ્થાયી સમિતિ અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદના આયોજન તથા તેમાં ચર્ચા કરવાના થતા સંસદીય વિષયો અંગે નિર્ણયો કરે છે, તેમ ગુજરાત વિધાનસભા સચિવાલયના નાયબ સચિવ દ્વારા જણાવાયું છે.