Breaking News: ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બે નાની બાળકીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટનાએ પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, પરિવાર દ્વારા બે દિવસ પહેલા બજારમાંથી ખીરું (Dosa બેટર) લાવવામાં આવ્યું હતું.
આ ખીરાથી બનાવેલા ઢોંસા (Dosa) બાળકોને ખવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘરના સભ્યોની તબિયત બગડવા લાગી. ઘટનામાં માત્ર 3 મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત થયા છે, જ્યારે માતા-પિતા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Dosa ખાધા બાદ જ બાળકોની તબિયત બાગડી હોવાનો પરિવારનો ગંભીર આરોપ
પરિવારના સભ્યોનો આરોપ છે કે ઢોંસા ખાધા બાદ જ બાળકોની તબિયત ખરાબ થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની છે. તેઓએ ખાદ્ય પદાર્થમાં કોઈ હાનિકારક તત્વ હોવાની શંકા વ્યક્ત કરી છે.

તપાસ શરૂ, કારણ જાણવા પ્રયત્ન
આ બનાવ અંગે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ખીરું (બેટર)ના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવી શકે છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.

આ પણ વાંચો:અમદાવાદની પ્રખ્યાત ઝેબર સ્કૂલમા 8 વર્ષની બાળકીનું હાર્ટ અટેકથી મોત
આ પણ વાંચો:અમદાવાદ: ખુલ્લા ખાડામાં પડતા બાળકીનું થયું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પર કારનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત
