Ajab Gajab News: આજના સમયમાં આપણી પાસે પાસપોર્ટ અને પૈસા હોય તો આપણે દુનિયા (World) ના કોઈ પણ ખૂણે ફરી શકીએ છીએ. પેરિસના એફિલ ટાવરથી લઈને હિમાલયના પહાડો સુધી બધું જ સુલભ છે. પરંતુ શું તમને ખબર છે કે આ પૃથ્વી પર અમુક એવી જગ્યાઓ પણ છે જ્યાં સામાન્ય માણસનો પડછાયો પણ દેખાવો મનાઈ છે?
આ જગ્યાઓ પર જવા માટે વિઝા નહીં, પણ મોતને મુઠ્ઠીમાં લઈને જવું પડે છે. ક્યાંક આદિવાસીઓ તીર-કામઠા લઈને ઉભા છે, તો ક્યાંક હજારો ઝેરી સાપનું સામ્રાજ્ય છે. ચાલો જાણીએ દુનિયાના આવા જ 5 રહસ્યમય સ્થળો વિશે, જેમાં એક ભારતમાં પણ આવેલું છે.

1.નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ – ભારત (North Sentinel Island)
સૌથી પહેલા વાત કરીએ આપણા ભારતની. આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં આવેલો આ ટાપુ દુનિયાના સૌથી અલગ અને ખતરનાક સ્થળોમાં ગણાય છે.
કોણ રહે છે?: અહીં ‘સેન્ટિનલીઝ’ નામની આદિવાસી જનજાતિ રહે છે. આ લોકો છેલ્લા 60,000 વર્ષથી બાકીની દુનિયાથી કપાયેલા છે.
કેમ પ્રતિબંધ છે?: આ લોકો બહારના કોઈ પણ વ્યક્તિને પોતાના ટાપુ પર આવવા દેતા નથી. જો કોઈ જવાની કોશિશ કરે તો તેઓ તીર અને પથ્થરોથી હુમલો કરી દે છે. ભૂતકાળમાં અહીં ગયેલા કેટલાક માછીમારો અને એક અમેરિકન પ્રવાસીની હત્યા થઈ ચૂકી છે.
ભારત સરકારનો કાયદો: ભારત સરકારે આ આદિવાસીઓની સુરક્ષા અને તેમની પ્રાઈવસી જાળવવા માટે અહીં જવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે. નેવી પણ આ ટાપુથી અમુક કિલોમીટર દૂર રહીને પેટ્રોલિંગ કરે છે.

2.સ્નેક આઈલેન્ડ – બ્રાઝિલ (સાપની દુનિયા -World)
બ્રાઝિલના દરિયાકિનારે આવેલો ‘ઇલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડે’ ટાપુ ઉપરથી સ્વર્ગ જેવો દેખાય છે, પણ અંદર નરક છે.
ખતરો શું છે?: આ ટાપુ પર દુનિયા (World) ના સૌથી ઝેરી સાપ ‘ગોલ્ડન લેન્સહેડ વાઈપર’ ની ભરમાર છે. કહેવાય છે કે અહીં દર એક ચોરસ મીટરમાં 1 થી 5 સાપ જોવા મળે છે.
પ્રતિબંધ: આ સાપનું ઝેર એટલું ઘાતક છે કે તે માણસની ચામડી ઓગાળી શકે છે. લોકોના જીવ બચાવવા માટે બ્રાઝિલની નેવીએ અહીં કોઈને પણ પગ મૂકવા પર પ્રતિબંધ લગાવ્યો છે. માત્ર અમુક વૈજ્ઞાનિકોને જ ખાસ પરવાનગી સાથે અહીં જવાની છૂટ મળે છે.

3.એરિયા 51 – અમેરિકા (Area 51)
નેવાડાના રણમાં આવેલી આ જગ્યા હોલીવુડની ફિલ્મોને કારણે પ્રખ્યાત છે.
રહસ્ય: વર્ષો સુધી અમેરિકાની સરકારે આ જગ્યાના અસ્તિત્વનો જ ઈન્કાર કર્યો હતો. 2013માં CIA એ સ્વીકાર્યું કે અહીં એક મિલિટરી બેઝ છે.
એલિયન્સ?: લોકો માને છે કે અહીં એલિયન્સ (પરગ્રહવાસી) અને UFO પર ગુપ્ત રિસર્ચ થાય છે. અહીંની સુરક્ષા એટલી કડક છે કે જો તમે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરો તો તમને ગોળી પણ મારવામાં આવી શકે છે અથવા જેલમાં પૂરી દેવામાં આવે છે.

4.સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ – નોર્વે (Doomsday Vault)
આ જગ્યાને દુનિયા (World) ની ‘તિજોરી’ કહેવામાં આવે છે, પણ અહીં સોનું નથી સચવાતું.
શું છે અહીં?: નોર્વેના બરફીલા પહાડોની વચ્ચે જમીનની અંદર એક વિશાળ વોલ્ટ (ગોદામ) છે. અહીં દુનિયાભર (World)ના પાક અને વનસ્પતિઓના કરોડો બીજ સાચવીને રાખવામાં આવ્યા છે.
ઉદ્દેશ્ય: જો ભવિષ્યમાં કોઈ મહાપ્રલય આવે, પરમાણુ યુદ્ધ થાય કે દુનિયા (World) નો નાશ થાય, તો બચેલા માણસો ફરીથી ખેતી કરી શકે તે માટે આ ‘ડૂમ્સડે વોલ્ટ’ બનાવવામાં આવ્યો છે. અહીં સામાન્ય લોકોના પ્રવેશ પર સખત મનાઈ છે, માત્ર ખાસ અધિકારીઓ જ જઈ શકે છે.

5. ચેર્નોબિલ – યુક્રેન (Chernobyl Exclusion Zone)
આ જગ્યા માનવ ઇતિહાસની એક મોટી કરૂણાંતિકાની સાક્ષી છે.
ઈતિહાસ: 1986માં અહીંના પરમાણુ પ્લાન્ટમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેના કારણે આખું શહેર કિરણોત્સર્ગ (Radiation) ની ઝપેટમાં આવી ગયું હતું.
વર્તમાન સ્થિતિ: આજે પણ અહીં રેડિયેશનનું પ્રમાણ એટલું વધારે છે કે લાંબો સમય રહેવું જીવલેણ સાબિત થઈ શકે છે. તેને ‘ઘોસ્ટ ટાઉન‘ કહેવામાં આવે છે. જોકે, હવે અમુક ગાઈડ સાથે ટૂંકા સમય માટે પ્રવાસીઓ જઈ શકે છે, પરંતુ મુખ્ય રિએક્ટર અને અમુક વિસ્તારો આજે પણ સખત પ્રતિબંધિત છે.
દુનિયાના (World) આ સ્થળો સાબિત કરે છે કે પૃથ્વી પર હજુ પણ એવા રહસ્યો છે જેની ઉકેલવાની માણસની હિંમત નથી. સુરક્ષા હોય કે કુદરતનો પ્રકોપ, આ ‘નો-એન્ટ્રી’ બોર્ડનું સન્માન કરવું જ હિતાવહ છે.
આ પણ વાંચો: ગોવા જઈને બીચ પર નથી બેસવું? તો આ 4 ‘છુપા સ્થળો’ની મુલાકાત લો, ભીડભાડથી દૂર મળશે ગજબની શાંતિ
