Lifestyle: પ્રોટીનથી ભરપૂર પનીર સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમને પનીર કટલેટ ખાવી પસંદ હોય તો તમે શું કરો છો? જો બહાર રેસ્ટોરન્ટ અથવા તો નાસ્તાની લારી પર જઇને કટલેટ ખાતા હો તો અમે તમને આજે ઘરે જ પનીર કટલેટ બનાવવાની સરસ રેસિપી (Paneer Cutlet Recipe) જણાવીશું…
પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન (Protein) હોય છે અને જે સ્વાસ્થ્ય (Health) માટે ઉત્તમ હોવાથી એનું સેવન લાભકારી છે.
શી રીતે બનાવશો પનીર કટલેટ? (Paneer Cutlet Recipe)
પનીર કટલેટની વાનગી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
100 ગ્રામ પનીર
3-4 મીડિયમ સાઇઝના બાફેલા બટાટા
1 ગાજર
1 કેપ્સિકમ
2 મધ્યમ ડુંગળી
1/2 વાડકી ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી જીરું
1/4 ચમચી ચિલી ફ્લેક્સ
1/4 ચમચી ઓરેગાનો
2 ચમચી કોર્ન ફ્લોર
ચપટી ચાટ મસાલો
1/4 ચમચી કાળા મરીનો પાવડર
સ્વાદાનુસાર મીઠું
2 ચમચી મેંદો
2 વાડકી મકાઇના પૌંઆ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ તમામ શાકભાજીને ધોઇને છોલીને બારીક સમારી લેવી.
2. હવે પનીરને ક્રશ કરી લેવું અને પછી બાફેલા બટાટાને છીણી લેવા.
3. એક ચમચી જીરાને પાટલી પર રાખીને વેલણ વડે વાટીને ઉમેરવું.
4. એક બાઉલમાં આ તમામ સામગ્રી ઉપરાંત, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, ચાટ મસાલો, કોર્ન ફ્લોર, કાળા મરીનો પાવડર અને તાજી સમારેલી કોથમીર ઉમેરી લો.
5. ત્યારબાદ મકાઇના પૌંઆને મિક્સરમાં ક્રશ કરી લેવા. જો એ ન હોય તો તમે બ્રેડ ક્રમ્બ્સ પણ ઉપયોગમાં લઇ શકો છો.
6. એક વાડકીમાં એક સ્પૂન મેંદો અને અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને એક સ્લરી બનાવી લો.
7. પનીર વાળા મિશ્રણમાંથી નાની-નાની કટલેટને શેપ આપી દો. આ કટલેટને મેંદા વાળા મિશ્રણમાં બોળીને પછી પૌંઆ અથવા તો બ્રેડ ક્રમ્બમાં રગદોળી લેવી.
8. તેલ ગરમ કરીને એમાં પનીર કટલેટને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન તળી લેવી.

તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ પનીર કટલેટ્સ…જેને બાળકો (Kids) અને વડીલો બધા જ ખૂબ પસંદ કરશે!
આ પણ વાંચો: તમારા બાળકો ખુશ થઇ જશે!…ઓવન કે મેંદો વાપર્યા વિના ટેસ્ટી હૅલ્ધી પિત્ઝા બનાવવાની સરળ રેસિપી…
આ પણ વાંચો: વધેલી બ્રેડના બનાવો મેંદુવડા….સ્વાદમાં લાજવાબ! જાણો…એને બનાવવાની અત્યંત સરળ રેસિપી…
આ પણ વાંચો: ચોખાના લોટના ચીલા બનાવો, બનશે મુલાયમ અને જાળીદાર…ફટાફટ રેસિપી..!
