Lifestyle/ વધેલી બ્રેડના બનાવો મેંદુવડા….સ્વાદમાં લાજવાબ! જાણો…એને બનાવવાની અત્યંત સરળ રેસિપી…

તમે કોઈ મજેદાર રેસિપીની શોધમાં છો તો તમારા માટે આ નવીન બ્રેડ મેંદુવડા (Bread Medu Vada)નો નાસ્તો એક ઉત્તમ વિકલ્પ છે. આને તમે 15 મિનિટમાં જ….

Trending Tips & Tricks Food Lifestyle
Bread Medu Vada, બચેલી બ્રેડ, દહીં, સોજી, બ્રેકફાસ્ટ રેસિપી

Lifestyle: ઘણા લોકોને મેંદુવડા બનાવવાનું કાર્ય અત્યંત પડકારજનક પ્રતીત થાય છે. પણ જો એક વાર સારી પ્રેક્ટિસ થઇ જાય તો એ બનાવવાનું સાવ જ રમત જેવું લાગે છે! આજે તો અહિં તમને એક નવીન રેસિપીથી અવગત કરાવવા જઇ રહ્યાં છીએ…અને એ છે વધેલી બ્રેડના મેંદુવડા…(Leftover Bread Medu Vada Recipe)…

વધેલી બ્રેડ કે પાઉંને રિયુઝ કરો

એને બનાવવા માટે તમને મુખ્ય સામગ્રી તરીકે આટલી જ વસ્તુઓની જરુર પડશે! 6-7 જેટલી બચેલી બ્રેડ, એક વાડકી સોજી અને 1 વાડકી દહીં…આ તમામ વસ્તુઓ તમને ઘરમાંથી જ મળી રહેશે!

બધાના ઘરમાં સમયાંતરે બ્રેડ કે પાઉં ખરીદવામાં આવતા જ હોય છે અને એમાંથી થોડી બ્રેડ કે પાઉં તો બચી જ જતા હોય છે! આ બ્રેડને તમે નકામી ન સમજશો! એના તમે બ્રેડક્રમ્સ (Breadcrumbs) પણ બનાવી શકો છો અને બ્રેડનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ પણ બનાવી શકો છો અને આવી જ એક વાનગી છે બ્રેડ મેંદુવડા…જે બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ આસાન રેસિપી અહિં દર્શાવવા જઇ રહ્યાં છીએ..

દરરોજ એક સમાન નાસ્તો કરીને તમે બોર થઇ ગયા હો અને કોઈ મજેદાર રેસિપીની શોધમાં છો તો તમારા માટે આ નવીન બ્રેડ મેંદુવડાનો નાસ્તો (Breakfast) એક ઉત્તમ વિકલ્પ છે. આને તમે માત્ર 15 મિનિટમાં જ તૈયાર કરી શકો છો. ખાવામાં તો આ ઘણો જ સ્વાદિષ્ટ લાગશે પણ બાળકો (Kids) તો આ ખાઇને રાજીના રેડ થઇ જશે!

આ ઉપરાંત, ઘરે અચાનક આવી ચડેલા મહેમાનો માટે પણ તમે આ બ્રેડ મટર રોલ્સ ની વાનગી ઝડપથી રેડી કરી શકો છો.

શી રીતે બનાવશો બ્રેડના મેંદુવડા? (Bread Medu Vada Recipe)

આ વાનગી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Bread Medu Vada, બચેલી બ્રેડ, દહીં, સોજી, બ્રેકફાસ્ટ રેસિપી

સામગ્રી

6-7 વધેલી બ્રેડ સ્લાઇઝ

1 કપ સોજી

1 કપ દહીં

1 સમારેલી ડુંગળી

1 ચમચી આદુ-મરચાની પેસ્ટ

1 ચમચી સાંભાર મસાલો

1 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી ધાણા પાવડર

1/2 ચમચી હળદર પાવડર

1/2 ચમચી આખું જીરું

1 ચમચી સમારેલી કોથમીર

સ્વાદાનુસાર મીઠું

જરુર અનુસાર પાણી

Bread Medu Vada, બચેલી બ્રેડ, દહીં, સોજી, બ્રેકફાસ્ટ રેસિપી

 

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 6-7 બ્રેડ સ્લાઇઝ (Bread Slices)ને ટુકડા કરીને મિક્સરમાં નાખી સારી રીતે ક્રશ કરી લો.

2. એક મોટા વાડકામાં આ બ્રેડનો ભૂકો, સોજી અને દહીં (Suji & Curd) મિક્સ કરી લો.

3. ત્યાર બાદ, મિશ્રણમાં સમારેલી ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, સાંભાર મસાલો મિક્સ કરી લેવો.

4. હવે એમાં લાલ મરચું, હળદર, આખું જીરું અને ધાણા પાવડર ઉમેરો.

5. અંતે એમાં સ્વાદાનુસાર મીઠું (Salt) અને સમારેલી કોથમીર ઉમેરી દો.

6. હવે થોડું-થોડું પાણી છાંટતા જઇ એનો એક સૉફ્ટ લોટ બાંધી લો.

7. આ લોટમાંથી પરોઠાની સાઇઝના લુવા બનાવો અને વચ્ચે મેંદુવડાની જેમ આંગળી વડે કાણું પાડી દો.

8. એક તાવડીમાં તેલ ગરમ કરવા મૂકો.

9. તેલ ગરમ થાય એટલે આ રીતે તૈયાર કરેલા તમામ મેંદુવડાને ગરમ તેલમાં એ ક્રિસ્પી બને ત્યાં સુધી તળાવા દેવા.

Bread Medu Vada, બચેલી બ્રેડ, દહીં, સોજી, બ્રેકફાસ્ટ રેસિપી

તો તૈયાર છે તમારા ગરમાગરમ બ્રેડ મેંદુવડા…આ વાનગી કેવળ 15 જ મિનિટમાં બની જાય છે અને બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઇને આ ઘણા જ પસંદ પડશે! એને તમે નારિયેળની ચટણી, સાંભાર, ચા અથવા તો અન્ય કોઇ મનપસંદ ચટણી (Coconut Chutney, Sambar or Chai) સાથે સર્વ કરી શકો છો. આ એક ઉત્તમ બ્રેકફાસ્ટ (Breakfast) રેસિપી સાબિત થશે.

આ રેસિપીને તમારે ઓછામાં ઓછી એક વખત તો અવશ્ય ટ્રાય કરી જોવી, તમારા પરિવારના સભ્યોને એ ચોક્કસ પસંદ પડશે અને બીજો ફાયદો એ થશે કે, વધેલી બ્રેડનો ઉપયોગ પણ થઇ જશે!


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…